
દિલ્હીમાં ભૂકંપના આંચકા બાદ CM કેજરીવાલે કહ્યું, ‘મને આશા છે તમે બધા સુરક્ષિત હશો’
- દિલ્હીમાં અનુભવાયા ભૂકંપના આચંકા
- કેજરિવાલે કહ્યું મને આશા છે તમે બધા સુરક્ષિત હશો
દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીમાં મોડી રાત્રે ભૂકંપના આચંકાઓ અનુભવાયા હતા આ સહીત સમગ્ર ઉત્તર ભારત અને નેપાળમાં પણ ભૂકંપના આચંકાઓ આવ્યા હતા ત્યારે ભૂકંપના આચંકાની ઘટના બાદ દિલ્હીના મુખ્યમંત્રી કેજરિવાલે લોકોની ચિંતા કરી હતી.
સીએમ કેજરિવાલે મંગળવાર અને બુધવારે મધ્યરાત્રિએ દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકની ઘટનાને લઈને આજરોજ બુધવારે સવારે ટ્વીટ કરીને ભૂકંપના આફ્ટરશોક્સની જાણકારી આપી હતી. અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું હતું કે , ‘હું આશા રાખું છું કે તમે બધા સુરક્ષિત છો.’
ઉલ્લેખનીય છે કે મંગળવાર-બુધવારની મધ્યરાત્રિએ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, 6.3ના આ ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતું.