
CM કેજરીવાલ 5 સપ્ટેમ્બરે તમિલનાડુની મુલાકાત લેશે,’સ્કૂલ ઓફ એક્સેલન્સ’નું કરશે ઉદ્ઘાટન
દિલ્હી:રાજધાનીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 5 સપ્ટેમ્બરે તમિલનાડુની મુલાકાત લેશે અને ત્યાં ‘સ્કૂલ ઓફ એક્સલન્સ’નું ઉદ્ઘાટન કરશે.અધિકારીઓએ જણાવ્યું કે,તમિલનાડુ સરકારે કેજરીવાલને આમંત્રણ આપ્યું છે.
એક અધિકારીએ જણાવ્યું કે,દિલ્હીના મુખ્યમંત્રી 5 સપ્ટેમ્બરે તમિલનાડુની મુલાકાત લેશે. મુખ્યમંત્રી કેજરીવાલ તમિલનાડુ સરકારની ‘સ્કૂલ ઓફ એક્સેલન્સ’ અને 15 મોડલ સ્કૂલનું ઉદ્ઘાટન કરશે.
તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને આ વર્ષે એપ્રિલમાં દિલ્હીની એક સરકારી શાળાની મુલાકાત લીધી હતી, જ્યાં અધિકારીઓએ તેમને AAP સરકાર હેઠળ દિલ્હીમાં શિક્ષણ પ્રણાલીમાં થયેલા ફેરફારો વિશે માહિતી આપી હતી.
દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) નેતા સ્ટાલિને કહ્યું હતું કે તેમની સરકાર દિલ્હી જેવા દક્ષિણી રાજ્યમાં મોડલ સ્કૂલ બનાવી રહી છે. તેમણે કેજરીવાલને તેમની મુલાકાત માટે આમંત્રણ આપ્યું હતું.