
ઉતર પ્રદેશ: સીએમ યોગી 4 વર્ષના રિપોર્ટ કાર્ડ રજૂ કરશે
- સીએમ યોગી કામકાજની આપશે વિગતો
- 4 વર્ષની વર્કિંગ રિપોર્ટ કાર્ડ કરશે રજૂ
- સરકારની મોટી ઉપલબ્ધિઓ ગણાવશે
લખનઉ: યુપીના સીએમ યોગી આદિત્યનાથ આજે સવારે 10.30 વાગ્યે તેમની સરકારની ચાર વર્ષની વર્કિંગ રિપોર્ટ કાર્ડ રજૂ કરશે. યોગી સરકારે રાજ્યમાં ચાર વર્ષ પૂરા કર્યા છે.આ પ્રસંગે તેઓ રાજ્યના લોકોને તેમના કાર્યકાળની સિધ્ધિઓ પહોંચાડશે. સીએમ યોગી ભાજપના પહેલા સીએમ છે. જેમણે યુપીમાં ચાર વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે.
સીએમ યોગી તેમના રિપોર્ટ કાર્ડ દ્વારા સરકારના કામની સિધ્ધિઓ ગણાવશે. આ સાથે સમગ્ર રાજ્યમાં 6 દિવસ માટે કાર્યક્રમો પણ યોજવામાં આવશે. આજથી આ ઉજવણીનો પ્રારંભ થશે. યુપીના મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથની યાત્રા ખૂબ જ પડકારજનક રહી છે. તેમની સામે રાજ્યમાં કાયદો અથવા વ્યવસ્થાની ફરીથી અમલવારી, ગુનેગારોને કાબૂમાં લેવા, લોકોને રોજગારી સહિતના ઘણા પડકારજનક મુદ્દાઓ સામે આવ્યા હતા.
પરંતુ સીએમ યોગીએ તેમના ચાર વર્ષમાં આવા ઘણાં કામો કર્યા છે, જે પ્રશંસનીય છે. હવે,તેમના રિપોર્ટ કાર્ડ દ્વારા ચાર વર્ષમાં સરકાર દ્વારા કરવામાં આવેલા કામોની વિગતો આપશે. રાજ્યમાં રોજગારને વેગ આપવા માટે સીએમ યોગીએ વર્ષ 2018 માં યુપી ઈન્વેસ્ટર્સ સમિટનું આયોજન કરીને ખૂબ વધામણી કરી હતી. તેમના કાર્યની ખુદ પીએમ નરેન્દ્ર મોદીએ વખાણ કર્યા હતા.
-દેવાંશી