1. Home
  2. ગુજરાતી
  3. જાન્યુઆરીમાં દાવોસમાં યોજાનારી વિશ્વ આર્થિક મંચની બેઠકમાં સીએમ યોગી પણ થશે સામેલ
જાન્યુઆરીમાં દાવોસમાં યોજાનારી વિશ્વ આર્થિક મંચની બેઠકમાં સીએમ યોગી પણ થશે સામેલ

જાન્યુઆરીમાં દાવોસમાં યોજાનારી વિશ્વ આર્થિક મંચની બેઠકમાં સીએમ યોગી પણ થશે સામેલ

0
Social Share
  • સીએમ યોગી વિશઅવ આર્થિ મંચની બેઠકનો ભાગ બનશે
  • પીએમ મોદી સહીતના 100 ભારતીયો બેઠકમાં ભાગ લેશે

દિલ્હીઃ- જાન્યુઆરી મહિનામાં દાવાોસ ખાતે વિશ્વ આર્થિક મંચની બેઠક યોજાનાર છે.આ બેઠકમાં ઉત્તરપ્રદેશના સીએમ  યોગી આદિત્યનાથ, અશ્વિની વૈષ્ણવ, સીએમ બોમાઈ અને સ્મૃતિ ઈરાની સહિત 100 થી વધુ ભારતીયો આવતા મહિને દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમની વાર્ષિક બેઠકમાં ભાગ લેશે. યોગી આદિત્યનાથ 16-20 જાન્યુઆરી, 2023ના રોજ યોજાનારી બેઠકમાં ભાગ લેનાર ઉત્તર પ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી હશે.આ સાથે જ આ બેઠકમાં G20 શેરપા અમિતાભ કાંત પણ ભાગ લઈ શકે છે.

આ સાથે જ આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે કે નહીં તે અંગે હજુ સુધી સત્તાવરા માહિતી જારી કરાઈ નથી. અગાઉ તેણે 2018માં WEFના આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તો બીજી તરફ 2021 અને 2022 માં, મીટિંગને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધવામાં આવી હતી.આ મીટમાં ભાગ લેનાર વિશ્વના અમીર અને શક્તિશાળી લોકોની અંતિમ યાદી હજુ નક્કી કરવામાં આવી નથી. જોકે, સ્વિટ્ઝર્લેન્ડના દાવોસ શહેરમાં યોજાનાર આ કાર્યક્રમમાં 50થી વધુ દેશોના વડાઓ  હાજરી આપે તેવી અપેક્ષા છે.

આર્થિકમંચની આ બેઠકમાં ભારતના 100થી વધુ લોકો સામેલ થનાર છે.સ્વિસ સ્કાય રિસોર્ટ ટાઉન દાવોસમાં યોજાનારી બેઠકમાં ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી સહિત લગભગ 100 ભારતીય ઉદ્યોગપતિઓ હાજરી આપે તેવી શક્યતા છે.

આ સાથે જ આ બેઠકમાં ભારતમાંથી કુમાર મંગલમ બિરલા, એન ચંદ્રશેકરન, નાદિર ગોદરેજ, અદાર પૂનાવાલા, સજ્જન જિંદાલ, રાજન અને સુનિલ મિત્તલ, સંજીવ બજાજ અને સુદર્શન વેણુ, નંદન નીલેકણી, જેવી હસ્તીઓ ઉપસ્થિતિ રહી શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code