
કોસ્ટ ગાર્ડની તાકાત થશે બમણી, સંરક્ષણ મંત્રાલયે બે ડોર્નિયર એરક્રાફ્ટ ખરીદવા મામલે HAL સાથે હસ્તાક્ષર કર્યા
દિલ્હીઃ- દેશની ત્રણેય સેનાઓ સતત મજબૂત બની રહી છે તેજ રીતે દરિયાઈ સુરક્ષા મામલે પણ કેન્દ્રની સરકાર સત કાર્યરત છે ત્યારે હવે કોસ્ટગાર્ડની તાકાત બમણ ીથવા જઈ રહી છે આ માટે હતા.સંરક્ષણ મંત્રાલયે બે ડોર્નિયર એરક્રાફ્ટ ખરીદવા મામલે HAL સાથે હસ્તાક્ષર કર્યા હતા.
પ્રાપ્ત વિગત પ્રમાણે વિતેલા દિવસને શુર્કવારના રોજ સંરક્ષણ મંત્રાલયે કોસ્ટ ગાર્ડ માટે બે ડોર્નિયર એરક્રાફ્ટની ખરીદી માટે સરકારી હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) સાથે રૂપિયા 458 કરોડથી વધુના કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે ડોર્નિયર એરક્રાફ્ટ HAL કાનપુરમાં સ્વદેશી રીતે બનાવવામાં આવી રહ્યું છે. સરકારની ‘મેક ઇન ઈન્ડિયા’ પહેલ હેઠળ સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા હાંસલ કરવામાં તે મહત્વપૂર્ણ યોગદાન આપશે.ઉલ્લેખનીય છે કે હવે ઘણા સંરક્ષણ સાધનો ભારતમાં જ નિર્માણ પામી રહ્યા છે.
આ સમગ્ર મામલાને લઈને અધિકારીઓએ જણાવ્યું કે ડોર્નિયર એરક્રાફ્ટમાં ગ્લાસ કોકપીટ્સ, મેરીટાઇમ સર્વેલન્સ રડાર, ઈલેક્ટ્રો-ઓપ્ટિક ઈન્ફ્રારેડ ઈક્વિપમેન્ટ અને મિશન મેનેજમેન્ટ સિસ્ટમ સહિત અત્યાધુનિક સાધનો ફીટ કરવામાં આવશે.
આ સહીત સંરક્ષણ મંત્રાલયે ભારતીય કોસ્ટ ગાર્ડ માટે બે ડોર્નિયર એરક્રાફ્ટની ખરીદી માટે HAL સાથે રૂ. 458.87 કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં એન્જિનિયરિંગ સપોર્ટ પેકેજ પણ સામેલ છે. આ વિમાનની ખરીદી ‘ભારતથી ખરીદો’ શ્રેણી હેઠળ થશે.