Homeગુજરાતીમણીપુરમાં ભૂકંપના આચંકાઓ અનુભવાયા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.3 નોંધાઈ

મણીપુરમાં ભૂકંપના આચંકાઓ અનુભવાયા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.3 નોંધાઈ

 

ઈમ્ફાલઃ- દેશના અનેક ભાગોમાં સતત ભૂકંપ આવવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે વિતેલી રાત્રે હિંસાગ્રસ્ત મણીપિુરની ઘરા ઘ્રુજી ઉઠી હતી અહી પ્રથમ વખત નથી કે જ્યારે આ પ્રકારના ભૂકંપના આચંકાઓ આવ્યા હોય મણીપુરમાં અવાર નવાર આવા સામાન્ય આચંકાઓ નોંધાતા હોય છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે મણીપુરમાં વિતેલી રાત્રે ભૂકંપ આવ્યો હતો, મણિપુરના ઉખરુલમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.3 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આ ભૂકંપ ઉખરુલમાં રાત્રીના  12 વાગ્યેને 25 મિનિટ આસપાસ નોંધાયો હતો.

આ સહતી 1એનસીએસે જણાવ્યું કે આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ  કેન્દ્ર 70 કિમીની ઊંડાઈએ નોંધાયું હતું અને આ આચંકાઓ ઉખરુલથી 13 કિ મીટર દૂર અનુભવાયા હતા. આ પહેલા પણ મણીપુર રાજ્યનમાં અનેક વખત આ પ્રકારના આચંકાઓ નોંધાઈ ચૂક્યા છેપહાડી રાજ્યોમાં સતત ભૂકંપની ઘટનાઓ બનતી રહેતી હોય છે

પ્રાપ્ત માહિતી અનુસાર આ ભૂકંપમાં અત્યાર સુધી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.ઘરમાં રહેલા  ભૂકંપની જાણ થતાં જ તેઓ ઘરની બહાર નીકળી ગયા હતા અને નાસભાગ મચાવી હતી. આંચકાઓ અટકી જતા લોકો પોતાના ઘરમાં ગયા અને રાહતના શ્વાસ લીધા હતા.મ

 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular