
મણીપુરમાં ફરી હિંસા ભડકી , પોલીસ કમામન્ડર અને એક કિશોર સહીત 4 લોકોના મોત
ઈમ્ફાલઃ- મણીપુર કે જ્યા સતત હિંસા અટકવાનું નામ લી રહી નથી છૂટાછવાયા હિંસાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે ફરી એક વખત મણીપુિરમાં હિંસા ભડકી હતી જેને લઈને હિંસામાં મરનારાઓની સંખઅયા સત વધતી જ જઈ રહી છે.
જાણકારી પ્રમાણે ગુરુવાર અને શુક્રવારની વચ્ચેની રાત્રે બિષ્ણુપુર જિલ્લાના કંગવાઈ વિસ્તારમાં બે જૂથો વચ્ચેની અથડામણમાં મણિપુર પોલીસ કમાન્ડો અને એક કિશોર સહિત ચાર લોકો માર્યા ગયા હતા.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે બંને સમુદાયોને હિંસાનો આશરો લેતા અટકાવવા માટે સુરક્ષા દળો દ્વારા બફર ઝોન બનાવવામાં આવ્યો હતો. જો કે, તેમ છતાં રાત્રિ દરમિયાન આ વિસ્તારમાં ગોળીબાર થયો હતો. ગઈકાલે રાત્રે ઘણા લોકોનું ટોળું ટેકરી પરથી નીચે આવ્યું હતું અને કેટલાક ગામોને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષા દળોએ આ દરમિયાન હિંસાનો જવાબ આપ્યો હતો.જાણકારી અનુસાર કંગવાઈ, સોંગડો અને અવાંગ લેખાઈમાં બંને પક્ષના લોકોએ એકબીજા પર ગોળીબાર કર્યો, જેમાં બંને પક્ષના ત્રણ લોકો માર્યા ગયા અને ઘાયલ થયા.
અધિકારીઓએ જણાવ્યું કે કેટલાક વિસ્તારોમાં તૂટક તૂટક ગોળીબાર ચાલુ છે. તેમણે કહ્યું કે આ દરમિયાન શુક્રવારે મોડી સાંજે મણિપુર પોલીસનો એક કમાન્ડો ઘાયલ થયો હતો, જેણે બાદમાં પોતાની ઈજાઓથી દમ તોડી દીધો હતો.ત્યાર બાદ એક કિશારની પણ હત્યા કરાઈ હતી.ઉલ્લેખનીય છે કે 3 મેના રોજ રાજ્યમાં જાતિય હિંસા ફાટી નીકળ્યા બાદ 120 થી વધુ લોકોના મોત થયા છે હાલ શાંતિ બહાલ કરવા સતત સુરક્ષા દળો અને પોલીસની તૈનાતી જોવા મળી રહી છે સાથે જ ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધીત કરાઈ છે.