
નાળિયેરના તેલનું શેમ્પું ઘરે જ બનાવી શકાય..આ રીતે
દરેક લોકો જે પોતાના વાળની કાળજી રાખતા હશે તે લોકો હંમેશા એક જ પ્રકારના શેમ્પુનો ઉપયોગ કરતા હશે. દરેક લોકોને કોઈ એક જ શેમ્પુથી વાળ ધોવાની આદત હોય છે અથવા તેની સાથે તે લોકો સેટ થઈ ગયા હોય છે પરંતુ શું તમે જાણો છો કે ઘરે પણ નાળિયેરના તેલનું શેમ્પું બનાવી શકાય છે અને તેના માટેની રીત પણ સહેલી જ છે.
આ શેમ્પૂ કેવી રીતે બનાવવું તો આ શેમ્પૂ કેવી રીતે બનાવવું તે અંગ્રેજી વેબસાઇટ Stylecraze.com માં જણાવવામાં આવ્યું છે. આ મુજબ, નાળિયેર તેલ સિવાય, તમારે પાણી, એરંડા સાબુ, મીઠું, જોજોબા ઓઇલ અને આવશ્યક ઓઇલની જરૂર પડશે. માઇક્રોવેવમાં પાણીને અડધી મિનિટ માટે ગરમ કરો. પછી તેમાં એરંડાનો સાબુ ઉમેરો અને તેને બ્લેન્ડ કરો. આ પછી તેમાં મીઠું ઉમેરો અને છેલ્લે નારિયેળ તેલ અને બાદમાં એસેન્સીયલ ઓઇલના ડ્રોપ ઉમેરો. જ્યારે તે ઠંડુ થઈ જાય ત્યારે તેને બોટલમાં ભરી લો.
પહેલાના સમયથી નાળિયેર તેલનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. તે પોષક તત્વોથી ભરપૂર છે અને આ જ કારણથી ઘણી જગ્યાએ તેમાંથી ખાદ્ય પદાર્થો પણ બનાવવામાં આવે છે. વાળને મજબૂત કરવા માટે અઠવાડિયામાં બે વાર નારિયેળ તેલના શેમ્પૂથી વાળ સાફ કરો.
આ હોમમેઇડ શેમ્પૂ પણ તમારા વાળની ખોવાયેલી ચમક પાછી લાવી શકે છે. તેમાં ઘણા એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે વાળને રિપેર કરવાનું કામ કરે છે. જો વાળ ચમકદાર લાગે છે તો તમારા લુકમાં પણ વધારે સુંદરતા લાગશે.
ઉલ્લેખનીય છે કે આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે અને તેની કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી.