
રાજકોટ લોકમેળાને આઝાદીનો અમૃત લોકમેળો નામ જાહેર કરતાં કલેકટર
9 ઓગસ્ટ, રાજકોટના રેસકોર્સ મેદાનમાં થનારા લોકમેળાની ચાલતી કામગીરીનું જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ આજે સ્થળ નિરીક્ષણ કર્યું હતું.આ મુલાકાત દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં મેળાનું નામ આઝાદી નો અમૃત લોકમેળો નામ જાહેર કર્યુ હતું.આ નામ કિશન જાવીયાએ સૂચવ્યું હતું.
કલેકટરએ જણાવ્યું હતું કે,મેળાના નામ માટે કુલ 680 થી વધુ અરજી આવી હતી.તે પૈકી આ નામ પસંદ કરવામાં આવ્યુ છે.સમગ્ર દેશમાં આજે આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી થઈ રહી છે ત્યારે આઝાદીના નામ સાથે લોકમેળાનું નામ આપવુ યોગ્ય લાગ્યુ છે.
કલેકટર લોકમેળાની મુલાકાત વખતે પ્રાંત અધિકારીઓ, પોલીસ, માર્ગ અને મકાન વિભાગ, ફાયરબ્રિગેડ, ઈલેક્ટ્રીકકલ, મીકેનીકલ વિભાગ વગેરેના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.