
- કોમર્શિયલ ગેસ સિલિન્ડર થયો સસ્તો
- કિંમતમાં 171.50 રૂપિયાનો ઘટાડો
- જાણો અન્ય શહેરોમાં કેટલી કિમંત થઇ
દિલ્હી :જનતાને મોંધવારીમાંથી રાહત મળી છે. 1 મેથી એટલે કે આજથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. દિલ્હીથી બિહાર અને યુપી સહિત ઘણા શહેરોમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. ગેસ કંપનીઓ દ્વારા તેમની વેબસાઇટ પર નવા દરો અપડેટ કરવામાં આવ્યા છે. કાનપુર, પટના, રાંચી અને ચેન્નાઈમાં LPG સિલિન્ડરની કિંમત 171.50 રૂપિયા સસ્તી થઈ ગઈ છે. આ ઘટાડો કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં થયો છે.
આજે દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર 1856.50 રૂપિયા છે. મુંબઈમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1808.50 રૂપિયા, કોલકાતામાં 1960.50 રૂપિયા અને ચેન્નાઈમાં 2021.50 રૂપિયા છે. બીજી તરફ 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતો દર મહિને બદલાતી રહે છે. એપ્રિલમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થયો હતો. 1 એપ્રિલે તેની કિંમતમાં 92 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.જો કે તે પહેલા 1 માર્ચ 2023ના રોજ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 350 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે એક વર્ષ પહેલા 1 મે 2022ના રોજ દિલ્હીમાં LPG કોમર્શિયલ ઉપયોગના સિલિન્ડરની કિંમત 2355.50 રૂપિયા પર પહોંચી ગઈ હતી અને આજે તે ઘટીને 1856.50 રૂપિયા થઈ ગઈ છે. મતલબ કે દિલ્હીમાં 499 રૂપિયાનો ઘટાડો થયો છે.
દિલ્હીમાં રૂ. 1103, કોલકાતામાં રૂ. 1129, મુંબઇમાં રૂ. 1112.5, ચેન્નાઇમાં રૂ. 1118.5 અને પટનામાં રૂ. 1201. ઘરેલુ ગેસની કિંમત 50 રૂપિયા સસ્તી કરવામાં આવી છે. તે જ સમયે, કોમર્શિયલ ગેસના ભાવમાં 350 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.