
સંજય રાઉત વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ,પીએમ મોદી વિરૂદ્ધ લેખ માટે મુશ્કેલીમાં મુકાયા રાઉત
મુંબઈ: શિવસેનાના નેતા સાંજઈ રાઉત સતત ચર્ચામાં રહે છે ત્યારે હવે ફરી પોલસ ફરિયાદને કાઈને તેઓ ચર્ચામાં આવ્યા છે જાણકારી મુજબ મહારાષ્ટ્રના યવતમાલમાં પોલીસે સોમવારે શિવસેના નેતા સંજય રાઉત વિરુદ્ધ પક્ષના મુખપત્ર ‘સામના’માં પીએમ મોદી વિરુદ્ધ વાંધાજનક લેખ લખવા બદલ કેસ નોંધ્યો છે.
ફરિયાદી અનુસાર, તાજેતરમાં જ સામનામાં ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની અભૂતપૂર્વ સફળતા પર એક લેખ પ્રકાશિત થયો છે. ભાજપની જીતનું વિશ્લેષણ કરતા દૈનિક સામનામાં તા.10/12/2023ના રોજ રોઢ ઠોક શીર્ષક હેઠળ છપાયેલા લેખમાં લખવામાં આવ્યું છે કે જો મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં કોંગ્રેસ જીતી હોત તો પીએમ મોદીએ 2024 પહેલા કંઈક મોટું કરી નાખ્યું હોત. ચૂંટણી….!
આ બાબતને લઈને પોલીસ અધિકારીએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી યવતમાલના સંયોજક નીતિન ભુતડાએ ‘સામના’ અખબારના કાર્યકારી સંપાદક રાઉત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ , ભુતડાએ દાવો કર્યો હતો કે રાઉતે 11 ડિસેમ્બરે વડાપ્રધાન મોદી વિરુદ્ધ વાંધાજનક લેખ લખ્યો હતો.
વધુમાં પોલીસે કહ્યું કે આ લેખ દ્વારા વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવાના આરોપો લગાવવામાં આવ્યા છે. ફરિયાદના આધારે પોલીસે સંજય રાઉત વિરુદ્ધ ઉમરખેડ પોલીસ સ્ટેશનમાં કલમ 153 (A), 505 (2) અને 124 (A) હેઠળ કેસ નોંધ્યો છે.
tags:
sanjay raut