1. Home
  2. ગુજરાતી
  3. કોંગ્રેસે ઘોષણાપત્ર જાહેર કર્યું, સરકાર બન્યાના 10 દિવસમાં ખેડૂતોના દેવા માફ કરવાની જાહેરાત
કોંગ્રેસે ઘોષણાપત્ર જાહેર કર્યું, સરકાર બન્યાના 10 દિવસમાં ખેડૂતોના દેવા માફ કરવાની જાહેરાત

કોંગ્રેસે ઘોષણાપત્ર જાહેર કર્યું, સરકાર બન્યાના 10 દિવસમાં ખેડૂતોના દેવા માફ કરવાની જાહેરાત

0
Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ભાજપ અને સમાજવાદીએ ઘોષણાપત્ર જાહેર કર્યા બાદ કોંગ્રેસે પણ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. કોંગ્રેસની સરકાર બન્યાના 10 દિવસમાં જ ખેડૂતોના દેવા માફ કરવાની કોંગ્રેસે ઘોષણાપત્રમાં જાહેરાત કરી છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસનું ઘોષણાપત્ર ઉન્નતિ વિધાન જાહેર કર્યું હતું. કોરોના કાળમાં મૃત્યુ પામનારા કોરોના વોરિયર્સના પરિવારજનોને રૂ. 50 લાખનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે.

કોંગ્રેસના ઘોષણાપત્રમાં જણાવ્યું હતું કે, જે લોકોને કોરોનામાં સૌથી વધારે અસર થઈ છે તેવા પીડિતોને રૂ. 25 હજારની મદદ કરવામાં આવશે. 20 લાખ નોકરિયો આપવામાં આવશે. 12 લાખ ખાલી પડો ભરવામાં આવશે. આ ઉપરાંત 8 લાખ નવી રોજગારી ઉપલબ્ધ કરાવાશે. બીમાર લોકોની રૂ. 10 લાખની સારવાર ફ્રીમાં કરવામાં આવશે. ગૌધન ન્યાય યોજના શરૂ કરવામાં આવશે. સફાઈ કર્મચારીઓને કાયમી કરવામાં આવશે અને આટસોર્સિંગ બંધ કરવામાં આવશે. ઝુપડપટ્ટીની જમીન જે તે વ્યક્તિના નામે કરાશે. મહિલા પોલીસ કર્મચારીઓને તેમના ઘર નજીક પોસ્ટિંગ આપવામાં આવશે. ગ્રામ પ્રધાનનું વેતન છ હજાર અને ચોકીદારનું વેતન રૂ. 5 હજાર વધારવામાં આવશે. શિક્ષકોની ખાલી બે બેઠકો ભરવામાં આવશે. એડહોક શિક્ષકો અને શિક્ષમિત્રોને નિયમિત કરવામાં આવશે. સંસ્કૃત અને ઉર્દુ શિક્ષકોની ખાલી પદ ભરવામાં આવશે. અનુસૂચિત જાતિ અને જનજાતિના વિદ્યાર્થીઓને કેજીથી પીજી સુધી ફ્રી શિક્ષણ અપાશે. કોરોના દરમિયાન મૃત્યુ પામનાર કોરોના વોરિયર્સના પરિવારજનોને રૂ. 50 લાખનું વળતર આપવામાં આવશે.

કોંગ્રેસના મહાસચિવ અને ઉત્તરપ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધીએ ભાજપ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, ભાજપએ પોતાના ઘોષણાપત્રનું નામ ધોખાપત્ર હોવું જોઈએ. 70 વર્ષનું રટણ કરનાર ભાજપ 5 વર્ષમાં પોતોના ઘોષણાપત્રમાં ¼ વચનો પુરા કર્યા નથી. એટલું જ નહીં પાંચ વર્ષના કામનો હિસાબ નથી આપ્યો અને ભવિષ્ય નિર્માણનું કોઈ વિઝન નથી. એટલે કોંગ્રેસની પ્રતિજ્ઞાઓની કોપી-પેસ્ટ કરી પોતાનું કામ ચલાવી રહ્યાં છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code