1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો આજે જન્મદિવસ, દિલ્હી કોંગ્રેસ સેવા દિવસ તરીકે ઉજવશે
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો આજે જન્મદિવસ, દિલ્હી કોંગ્રેસ સેવા દિવસ તરીકે ઉજવશે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો આજે જન્મદિવસ, દિલ્હી કોંગ્રેસ સેવા દિવસ તરીકે ઉજવશે

0
Social Share
  • કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો આજે જન્મદિવસ
  • સેવા દીવસ તરીકે ઉજવશે દિલ્હી કોંગ્રેસ
  • જરૂરિયાતમંદને આવશ્યક વસ્તુઓનું કરશે વિતરણ

દિલ્હી : રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે શનિવારે દિલ્હી કોંગ્રેસ તેને સેવા દીવસ તરીકે મનાવશે અને રાષ્ટ્રીય રાજધાનીમાં લોકોને ફેસ માસ્ક, મેડિકલ કીટ અને રાંધેલા ખોરાક સહિત નિશુલ્ક આવશ્યક વસ્તુઓનું વિતરણ કરશે. દિલ્હી કોંગ્રેસના કાર્યકરો મહાનગર પાલિકાના 272 વોર્ડમાં મફત રાશન મેળવવા માટે લાઇનમાં ઉભેલા લોકોને આ વસ્તુઓનું વિતરણ કરશે.

સંગઠને એક નિવેદનમાં જણાવ્યું છે કે, દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચૌધરી અનિલ કુમારની આગેવાની હેઠળ દિલ્હી કોંગ્રેસના કાર્યકરો રાષ્ટ્રીય રાજધાનીમાં લોકોને માસ્ક, મેડિકલ કીટ, રાંધેલા ખોરાક, પાણી અને અન્ય વસ્તુઓનું વિતરણ કરશે.આ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે, શનિવારે રાહુલ જીના જન્મદિવસ પર દિલ્હી કોંગ્રેસના કાર્યકરો આ ઉત્સવની ઉમદા પૂર્ણ ઉજવણી કરશે.કારણ કે કોંગ્રેસ પક્ષનો ઉદ્દેશ હંમેશા લોકોની સેવા કરવાનો છે, ખાસ કરીને જ્યારે તેઓ પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા હોય.

દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ચૌધરી અનિલ કુમારે જણાવ્યું હતું કે, તેનો હેતુ મદદ અને સમર્થનની સાથે તે લોકો સુધી પહોંચાડવાનો છે,જે કોવિડ -19 મહામારીથી તબાહ થઇ ચુક્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના નેતાઓ તે લોકોના પરિવારને પણ મળશે,જેમને કોરોનાવાયરસથી પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે અને તેને મદદ અને સમર્થન આપશે.

કોંગ્રેસ પાર્ટી પહેલા જ પ્રદેશ કોંગ્રેસ સમિતિઓ, પાર્ટીના જુદા જુદા સંગઠનો અને વિભાગોને પહેલેથી જ એક પત્ર લખીને કહ્યું છે કે, રાહુલ ગાંધીના 19 મી જૂનના જન્મ દિવસ નિમિત્તે તેઓએ કોઈપણ પ્રકારની ઉજવણીનું આયોજન ન કરવું જોઈએ. એમ પણ કહ્યું કે કોઈ હોર્ડિંગ્સ અથવા પોસ્ટરો લગાવશો નહીં, પરંતુ જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા તમારી પાસે ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code