1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોએ એકસાથે મંદિર પહોંચીને ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા
કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોએ એકસાથે મંદિર પહોંચીને ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા

કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોએ એકસાથે મંદિર પહોંચીને ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા

0
Social Share

અમદાવાદઃ ભગવાન જગન્નાથજી આજે શહેરની પરિક્રમાએ નિકળશે, શહેરમાં રથોત્સવનો અનેરો માહોલ જોવા મળી રહ્યો છે. ગુરૂવારે કોંગ્રેસના આગેવાનોએ કાર્યકર્તાઓ સાથે  મંદિર પહોચીને ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા હતા. અને રાજ્યમાં સારો વરસાદ પડે અને જનતાની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાથના કરી હતી.

શહેરમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજી, આજે અષાઢી બીજના દિને શહેરની પરિક્રમાએ નિકળશે. શહેરભરમાં રથોત્સવનો અનેરો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા  જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જગન્નાથજીના મંદિરમાં છેલ્લા સપ્તાહથી રથયાત્રાની ધૂમ તૈયારીઓ ચાલી રહી હતી. મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યુ છે. રાજકીય નેતાઓથી લઈને ભાવિકો મોટી સંખ્યામાં દર્શન માટે આવ્યા હતા. ગુરૂવારે સાફા અને ટ્રેડિશનલ પોશાકમાં સજ્જ કોંગ્રેસી નેતાઓ પ્રભારી રઘુ શર્મા અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર અમદાવાદ શહેરના ધારાસભ્યો, હોદેદારો અને કાર્યકરો વાજતે – ગાજતે મંદિરે પહોંચ્યા હતા.અને 145 કિલોનો લાડુનો પ્રસાદ ધરાવાયો હતો.

કોંગ્રેસના નેતાઓએ ભગવાન જગન્નાથજીના રથનું પૂજન પણ કર્યું હતું. કોગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, ભગવાનના આશિર્વાદ મેળવ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે, એકતા ભાઈચારાનો સંદેશો જળવાઈ રહે તે માટે મોટાપાયે સામૂહિક દર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોંગ્રેસના આગેવાનો દર વર્ષે રથયાત્રા પહેલા દર્શન માટે ભગવાનના દર્શન માટે જતાં હોય છે. આ વર્ષે પણ 145મી રથયાત્રા શાતિપૂર્ણરીતે સંપન્ન થાય, લોકોમાં સુખ અને સમૃદ્ધિ વધે તે માટે ભગવાન જગદિશને પ્રાથના કરી હતી. તેમજ 145 કિલોનો લાડુનો પ્રસાદ ભગવાનને ધરાવાયો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code