1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બાયડ તાલુકામાં રોડના કામો ન થતાં કોંગ્રેસના ધારાસભ્યના CMના સચિવની કચેરી સામે ઉપવાસ
બાયડ તાલુકામાં રોડના કામો ન થતાં કોંગ્રેસના ધારાસભ્યના CMના સચિવની કચેરી સામે ઉપવાસ

બાયડ તાલુકામાં રોડના કામો ન થતાં કોંગ્રેસના ધારાસભ્યના CMના સચિવની કચેરી સામે ઉપવાસ

0
Social Share

ગાંધીનગર :  રાજ્યમાં કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યના મત વિસ્તારમાં વિકાસના કામોમાં સરકાર દ્વારા ભેદભાવભર્યુ વલણ દાખવવામાં આવતું હોવાના કોંગ્રેસ દ્વારા જ આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે બાયડના કોંગ્રેસના ધારાસભ્ય જશુભાઈ પટેલને પોતાના મત વિસ્તારના કામો અનેકવાર રજુઆત કર્યા છતાં શરૂ કરાયા ન હોવાથી સીએમના સચિવની કચેરી પાસે ઉપવાસ પર ઉપતવાની ફરજ પડી છે.

ગુજરાત સરકારમાં પોતાના કામ થતા ન હોવાની ફરિયાદ સાથે કોંગ્રેસના ધારાસભ્યો ગાંધીનગર પહોંચ્યા હતા. પોતાના વિસ્તારના કામ થતા ન હોવાની ફરિયાદ સાથે બાયડના કોંગ્રેસના ધારાસભ્ય જશુભાઈ પટેલ ધરણા પર બેઠા હતા. CMના સચિવની ઓફિસ બહાર કેટલાક કોંગી ધારાસભ્યોએ ધરણાં કર્યા હતા. ધરણામાં જશુ પટેલ સાથે કોંગ્રેસના અન્ય ધારાસભ્યો પણ જોડાયા હતા.  બાયડ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારના કાચા રસ્તા, તૂટેલા રસ્તાનું સમારકામ કરાવી પાકા રસ્તાઓ બનાવવા જોબ નંબર ના ફાળવાતા હોવાનો આક્ષેપ સાથે  બાયડના કોંગી ધારાસભ્ય જશુ પટેલ મુખ્યમંત્રીના સચિવ અવંતિકાસિંઘની ઓફિસ પાસે ધરણાં પર બેસી ગયા હતા.

ધારાસભ્ય જશુ પટેલે જણાલ્યું હતું કે,  બે વર્ષમાં કુલ મળીને રૂપિયા 20 કરોડની રકમના રોડના જોબ નંબર સરકારે ફાળવ્યા નથી. મુખ્યમંત્રી અને અધિકારીઓને રજૂઆત કરી છતાં કોઈ સાંભળતું નથી. ટૂંક સમયમાં ચૂંટણી યોજાશે એવા સંજોગોમાં મારા મત વિસ્તારમાં કાચા રોડના જે કામ મંજૂર કર્યા છે, પણ જોબ નંબર ન ફળવતા કામ શરૂ થઈ શક્યા નથી. જોબ નંબર ન ફાળવતા કામ પણ શરૂ થઈ શક્યા નથી. જેથી સામાન્ય નાગરિકો જ પીડાઈ રહ્યાં છે. લોકોને હાલાકી પડી રહી છે જેથી જોબ નંબર મેળવવા માટે અંતે ધરણા પર બેસવું પડ્યું છે. ધારાસભ્યો તો રસ્તા મંજૂર કરાવે છે, પરંતુ ઓફિસોમાં કામ આગળ વધતુ નથી. તેથી અમને વિરોધ કરવાની જરૂર પડી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code