
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે124 ઉમેગદવારોની પ્રથમ યાદી રજૂ કરી
- કોંગ્રેસે જારી કર્યું 124 ઉમેદવારોનું લીસ્ટ
- કર્ણાટચક વિઘાનસભા ચૂંટણીની તૈયારીમાં કોંગ્રેસ
બેંગલુરુઃ- કર્ણટાક વિધાનસભઆની ચૂંટણીને લઈને દરેક પાર્ટી એડી ચૌટીનું જોર લગાવી રહી છે ખાસ કરીને જો બીજેપીની વાત કરવામાં આવે તો પીએમ મોદી સતત કર્ણાટકની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસ પોતાના 124 ઉમેદવારોનું લીસ્ટ આજરોજડ શનિવારે જારી કરી દીધુ છે.
કોંગ્રેસ પાર્ટીએ શનિવારે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે 124 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી. આ યાદીમાં પૂર્વ સીએમ સિદ્ધારમૈયા અને રાજ્ય પાર્ટી અધ્યક્ષ ડીકે શિવકુમારના નામ પણ સામેલ જોવા મળ્યા છે.
જૂઓ 124 ઉમેદવારોનું આ લીસ્ટ


જાણકારી પ્રમાણે પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વરુણા બેઠક પરથી ચૂંટણી લડવાની યોજના બનાવી છે. જ્યારે ડીકે શિવકુમાર કનકપુરા બેઠક પરથી ચૂંટણી લડશે. તેમજ મેંગલોર યુટીના અબ્દુલ ખાદર અલી ફરીદ. શૃંગેરીથી ટીડી રાજગૌડા, શિવાજી નગરથી રિઝવાન ઇર્શાદ, ગાંધીનગરથી દિનેશ ગુંડુ રાવ, વિજય નગરથી એમ કૃષ્ણમપ્પા અને બેલ્લારી અનામત બેઠક પરથી બી નાગેન્દ્રને ટિકિટ આપવામાં આવી છે.
આ સહીત પાર્ટીએ કોરાટાગેરે (SC) મતવિસ્તારમાંથી ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન જી પરમેશ્વરાને મેદાનમાં ઉતાર્યા છે. પૂર્વ મંત્રી કેએચ મુનિયપ્પા દેવનહલ્લીથી ચૂંટણી લડશે. પાર્ટીની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીએ 17 માર્ચે દિલ્હીમાં બેઠક બાદ ઉમેદવારોની પ્રથમ યાદીને મંજૂરી આપી હતી. આ સમિતિની અધ્યક્ષતા કોંગ્રેસ અધ્યક્ષ ખડગે કરી રહ્યા હતા. આ બેઠકમાં રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા.કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયંકનું નામ પણ આ યાદીમાં છે. તેઓ ચિતાપુરથી ચૂંટણી લડશે
ઉલ્લેખનીય છે કે હજુ સુધી ચૂંટણી પંચે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી નથી. કર્ણાટક વિધાનસભાનો કાર્યકાળ 24 મે, 2023ના રોજ પૂરો થવાનો છે.રિપોર્ટ્સ અનુસાર, કોંગ્રેસ સેન્ટ્રલ ઇલેક્શન કમિટીએ દિલ્હીમાં એક બેઠક યોજી હતી અને 17 માર્ચે ઉમેદવારોની યાદીને અંતિમ રૂપ આપ્યું હતું. પ્રથમ યાદી 22 માર્ચે જાહેર થવાની હતી, પરંતુ સિદ્ધારમૈયાના મતવિસ્તાર અંગેની મૂંઝવણના કારણે નામ જારી કરવામાં વિલંબ થયો હતો.