
કોંગ્રેસે મિઝોરમ માટે પ્રથમ મતદાર યાદી કરી જાહેર , 39 ઉમેદવારોની જાહેરાત
દિલ્હીઃ દેશના 5 રાજ્યોમાં વિઘાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે દરેક પાર્ટી પોતાની રીતે પોતાનું પાસુ મજબૂત બનાવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે મિઝોરમ માટે કોંગ્રેસ પક્ષ દ્રારા પોતાના ઉમેદવારોની યાદી આજરોજ સોમવારે જાહેર કરવામાં આવી ચૂકી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે મિઝોરમ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી માટે તેની પ્રથમ યાદી જાહેર કરી છે. 40 વિધાનસભા બેઠકો ધરાવતા આ રાજ્યમાં કોંગ્રેસે 39 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
પાર્ટી દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોની યાદી અનુસાર લાલસાવતાને આઈઝોલ પશ્ચિમ-3 વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. આઈઝોલ ઈસ્ટ-1 થી લાલસાંગરા રાતલે, આઈઝોલ વેસ્ટ-1 થી આર. આઈપી જુનિયરને લાલબિયાકાથંગા અને પલકથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
ઉલ્સેખનીય છે કે મિઝોરમની તમામ 40 વિધાનસભા બેઠકો માટે 7 નવેમ્બરે મતદાન થશે અને મતગણતરી 3 ડિસેમ્બરે થશે. મિઝોરમ વિધાનસભાનો કાર્યકાળ 17 ડિસેમ્બરે સમાપ્ત થશે. આ પૂર્વોત્તર રાજ્યમાં મિઝો નેશનલ ફ્રન્ટ સત્તામાં છે.
રાજ્યમાં છેલ્લી ચૂંટણી 28 નવેમ્બર 2018ના રોજ યોજાઈ હતી. આ સાથે રાજ્યમાં મુખ્યમંત્રી જોરામથાંગાના નેતૃત્વમાં MNF સરકારની રચના કરવામાં આવી હતી.છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં, મિઝો નેશનલ ફ્રન્ટે 26 બેઠકો જીતી હતી, જોરમ પીપલ્સ મૂવમેન્ટને આઠ બેઠકો અને કોંગ્રેસે પાંચ બેઠકો જીતી હતી.