
કીવીનું સેવન કરવાથી શરીરની આ સમસ્યાઓમાંથી મળશે છૂટકારો – જાણો તેના ફાયદા
- કીવી ખાવાથી થાય છે અનેક ફાયદાઓ
- પાચન ક્રીયા મજબુત બને છે
આમ તો બધા જ ફળ ફળાદી શરીર માટે સારા ગણાય છે, દરેક ફળનો અલગ અલગ ગુણ હોય છે,ખાસ કરીને બીમાર હોઈએ ત્યારે મોટે ભઆગે અનાજનો ત્યાગ કરીને આપણે ફળો પર આખો દિવસ પસાર કરીએ છીએ, કારણ કે અનેક ફળોમાં અનેક ગુણઘર્મો સમાયેલા છે જે શરીરમાં જરીરી તમામ તત્વો પુરા પાડે છે.
કીવી આમ તો દરેક ઋતુમાં મળતુ ફળ છે. હા એ વાત સાચી કે તે ઓછા પ્રમાણમાં મળે છે. આ ફળ દેખાવમાં ભલે ઓછું આકર્ષિક લાગે પરંતુ તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.કીવીમાં 100 ગ્રામ કિવીમાં 61 કેલરી, 14.66 ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સ, 1 ગ્રામ પ્રોટીન, 3 ગ્રામ ફાઇબર, 25 માઇક્રો ગ્રામ ફોલિક એસિડ સહિત અન્ય તત્વ રહેલા છે. જો શરીરમાં સેલ્સની ઉણપ થઇ જાય તો ડોક્ટર આ ફળ ખાવાની સલાહ આપે છે. તે સિવાય કીવી ખાવાથી કેટલીક અન્ય બિમારીઓ પણ દૂર કરી શકાય છે.
કીવી ખાવાના અનેક ફાયદાઓ
- કીવીમાં ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે. જે હૃદયની સ્વસ્થ રાખીને ગંભીર બિમારીઓથી દૂર રાખે છે.
- કીવીના સેવનથી લિવર, સ્ટ્રોક, કાર્ડિયાક અરેસ્ટ, હાર્ટ એટેક અન્ય કેટલીક ગંભીર બિમારીઓથી રાહત મળે છે
- કીવીમાં રહેલા તત્વ બ્લડ ક્લોટિંગ એટલે નસમાં લોહી જામવાથી રોકી શકે છે. જેનાથી કેટલીક સમસ્યાઓ દૂર થાય છે
- કીવી ખઆવાથી કેન્સર જેવી ગંભીર બિમારીઓથી પણ બચી શકાય છે.
- કીવીમાં પોટેશિયમનું પ્રમાણ વધારે હોય છે. જેથી બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે.
- કીવીના સેવનથી શરીરમાં સોડિયમનું લેવલ ઓછું થાય છે અને કાર્ડિયોવસ્કુલર રોગોથી બચી શકાય છે.
- કીવીમાં એન્ટી ઇફ્લેમેટરી ગુણ હોય છે. જેનાથી સૂજનની સમસ્યા દૂર રહે છે.
- પૂરતી ઉંઘ ન આવતી હોય તો કીવીનું સેવન કરી શકો છો. જેનાથી તમારું મન શાંત રહેશે અને ઉંઘ પણ સારી આવશે.
- કીવી ખાવાથી ઉંઘની ક્લોલિટી 5 થી 13 ટકા સારી થઇ જાય છે.
- કીવીમાં લ્યુટિન રહેલા છે. જે આપણી ત્વચા અને ટિશૂશને સ્વસ્થ રાખે છે.
- કીવીના સેવનથી આંખોની કેટલીક બિમારીઓ દૂર રહે છે.
સાહિન-