1. Home
  2. revoinews
  3. શાળાઓમાં તૈયાર થશે કોન્ટેન્ટ ક્રિએટર્સ, સરકારે કરી નવી યોજનાની જાહેરાત
શાળાઓમાં તૈયાર થશે કોન્ટેન્ટ ક્રિએટર્સ, સરકારે કરી નવી યોજનાની જાહેરાત

શાળાઓમાં તૈયાર થશે કોન્ટેન્ટ ક્રિએટર્સ, સરકારે કરી નવી યોજનાની જાહેરાત

0
Social Share

નવી દિલ્હી, 1 ફેબ્રુઆરી, 2026 – Budget 2026-27 કેન્દ્ર સરકાર હવે પ્રોફેશનલ કોન્ટેન્ટ ક્રિએટર્સ તૈયાર કરશે. કેન્દ્ર સરકારે આ સંબંધમાં એક નવી યોજનાની જાહેરાત કરી છે. જે અંતર્ગત 15,000 શાળાઓ અને 500 કોલેજોમાં ‘કોન્ટેન્ટ ક્રિએટર લેબ્સ’ તૈયાર કરવામાં આવશે.

નાણાકીય વર્ષ 2026-27નું અંદાજપત્ર રજૂ કરતી વખતે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે દેશને સોશિયલ મીડિયા પ્રોફેશનલ્સની જરૂર છે. તેમણે માહિતી આપી કે આ એક ઝડપથી વિકસતી ઈન્ડસ્ટ્રી છે અને 2030 સુધીમાં દેશને આવા 20 લાખ પ્રોફેશનલ્સની જરૂર પડશે.

નાણામંત્રીએ આ બાબતને ધ્યાનમાં રાખીને એક નવી યોજનાની જાહેરાત કરી છે, જે હેઠળ 15,000 માધ્યમિક શાળાઓમાં કોન્ટેન્ટ ક્રિએટર્સ તૈયાર કરવા માટે લેબ્સ બનાવવામાં આવશે.

આ કામગીરી ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેકનોલોજી (IICT) ની દેખરેખ હેઠળ કરવામાં આવશે, જેને સરકાર સીધો ટેકો આપશે. IICT જ આ શાળાઓમાં કોન્ટેન્ટ ક્રિએટર લેબ્સ તૈયાર કરશે. શાળાઓ ઉપરાંત 500 કોલેજોમાં પણ આવી લેબ્સ બનાવવામાં આવશે.

આ પગલાથી યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થશે એટલું જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે ભારતને ‘કોન્ટેન્ટ હબ’ તરીકે પણ સ્થાપિત કરશે. નાણામંત્રીએ સ્પષ્ટ કર્યું કે સોશિયલ મીડિયા આજે માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ એક ઉભરતી ઈન્ડસ્ટ્રી છે જેમાં ડેટા એનાલિટિક્સ, ગ્રાફિક ડિઝાઇનિંગ અને ડિજિટલ માર્કેટિંગ જેવા અનેક ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ કેન્સર અને ડાયાબિટીસની દવાઓ સસ્તી, ટેક્સટાઇલ પાર્ક, મહાત્મા ગાંધી હેન્ડલૂમ યોજના… નાણામંત્રીએ મોટી જાહેરાતો કરી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code