1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જ્ઞાનસેતુ ડે શાળાઓમાં ગ્રાન્ટેડ શાળાઓને તબદીલ કરો, શાળા સંચાલકોએ કરી માગ
જ્ઞાનસેતુ ડે શાળાઓમાં ગ્રાન્ટેડ શાળાઓને તબદીલ કરો, શાળા સંચાલકોએ કરી માગ

જ્ઞાનસેતુ ડે શાળાઓમાં ગ્રાન્ટેડ શાળાઓને તબદીલ કરો, શાળા સંચાલકોએ કરી માગ

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં જ્ઞાનસેતુ ડે સ્કુલ, જ્ઞાનસેતુ નિવાસી શાળાઓને મંજુરી અપાતા તેની સીધી અસર રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને થશે. રાજ્યભરમાં જ્ઞાનસેતુ ડે સ્કુલ, જ્ઞાનસેતુ નિવાસી શાળા, જ્ઞાનશક્તિ સ્કુલ, રક્ષાશક્તિ સ્કુલો શરૂ થવાથી દર વર્ષે અંદાજે 1 લાખ વિદ્યાર્થીઓને આ યોજનાથી આવરી લેવામાં આવશે. આથી રાજ્યની પ્રાથમિક શાળાઓમાંથી ગ્રાન્ટેડ શાળામાં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓની સંખ્યામાં 40 ટકા જેટલો ઘટાડો થશે. ઉપરાંત નાણાંકિય પ્રોત્સાહક યોજનાઓવાળી શાળાઓ શરૂ થવાથી ગ્રાન્ટેડ શાળાઓના એડમિશનમાં મોટું સેટબેક આવશે. એટલે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને ખંભાતી તાળા લાગી જવાનો જર સતાવી રહ્યો છે. તેથી ગ્રાન્ટેડ શાળાઓમાં જ્ઞાનસેતુ ડે શાળાઓને તબદીલ કરવાની માગણી કરવામાં આવી છે.

ગુજરાતમાં જ્ઞાનસેતુ ડે સ્કુલ, જ્ઞાનસેતુ નિવાસી શાળા, જ્ઞાનશક્તિ સ્કુલ, રક્ષાશક્તિ સ્કુલો શરૂ થવાથી આગામી પાંચ વર્ષમાં રાજ્યભરની ગ્રાન્ટેડ શાળાઓ બંધ થવાની ચિંતા રાજ્ય શાળા સંચાલક મહામંડળે વ્યક્ત કરી છે. આથી ગ્રાન્ટેડ સ્કુલોમાં જ આવી શાળાઓ શરૂ કરવામાં આવે તેવી માંગણી સાથે શિક્ષણમંત્રીને રાજ્ય શાળા સંચાલક મહામંડળે રજુઆત કરી છે. શિક્ષણએ રાજ્યનો વિષય હોવા છતાં આગામી પાંચ વર્ષોમાં સરકારી પ્રાથમિક શાળાઓ અને ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને ખંભાતી તાળા લાગી જશે તેવી ચિંતા સંચાલક મંડળે વ્યક્ત કરી છે.

રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતુ કે,  રાજ્યભરમાં જ્ઞાનસેતુ ડે સ્કુલ, જ્ઞાનસેતુ નિવાસી શાળા, જ્ઞાનશક્તિ સ્કુલ, રક્ષાશક્તિ સ્કુલો શરૂ થવાથી દર વર્ષે અંદાજે 1 લાખ વિદ્યાર્થીઓને આ યોજનાથી આવરી લેવામાં આવશે. આથી રાજ્યની પ્રાથમિક શાળાઓમાંથી ગ્રાન્ટેડ શાળામાં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓની સંખ્યામાં 40 ટકા જેટલો ઘટાડો થશે. ઉપરાંત નાણાંકિય પ્રોત્સાહક યોજનાઓવાળી શાળાઓ શરૂ થવાથી ગ્રાન્ટેડ શાળાઓના એડમિશનમાં મોટું સેટબેક આવશે. વધુમાં વર્ષ-2023-24થી રાજ્યની ગ્રાન્ટેડ શાળાોના વર્ગો બંધ થવાથી શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ ઉપર મોટી અસર થવાની શક્યતા રહેલી છે. આ નવી શાળાઓનો લાભ શહેરની જિલ્લાકક્ષાના અને તાલુકાકક્ષાના હેડક્વાર્ટરમાં આવેલી ખાનગી શાળાઓને લાભ થશે. કેમ કે રાજ્યનો શિક્ષણ વિભાગ વિદ્યાર્થીઓ આપવાની સાથે સાથે વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂપિયા 20000 આપશે. આથી એફઆરસીએ નક્કી કરેલી ફીની વાત વિસરાશે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના બાળકોને આવી શાળામાં ભણવું હશે તો પોતાના ખર્ચે અને જોખમે શાળામાં ભણવા આવવાનું રહેશે. આમ આ યોજનાથી ગામડાના બાળકોને લાભ થવાનો નથી તેવી શક્યતા રહેલી છે. આથી આવી શાળાઓ શરૂ કરતા પહેલાં વિચારવાની માંગણી સાથે રાજ્યના શિક્ષણમંત્રીને લેખિત રજુઆત કરવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code