1. Home
  2. ગુજરાતી
  3. સમુદ્રી પડકારો સામે લડવા માટે નૌસેનાઓ વચ્ચે સહયોગ અનિવાર્યતા: રાજનાથ સિંહ
સમુદ્રી પડકારો સામે લડવા માટે નૌસેનાઓ વચ્ચે સહયોગ અનિવાર્યતા: રાજનાથ સિંહ

સમુદ્રી પડકારો સામે લડવા માટે નૌસેનાઓ વચ્ચે સહયોગ અનિવાર્યતા: રાજનાથ સિંહ

0
Social Share

વિશાખાપટ્ટનમ, 19 ફેબ્રુઆરી 2026 : ભારતના પૂર્વી કિનારે વિશાખાપટ્ટનમ ખાતે યોજાયેલા ભવ્ય નૌકાદળ અભ્યાસ ‘મિલન-2026’ ને સંબોધતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વૈશ્વિક સમુદ્રી સુરક્ષા અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે સમુદ્રી ચાંચિયાગીરી, આતંકવાદ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જેવા પડકારોનો સામનો કોઈ એક દેશની નૌસેના એકલા હાથે કરી શકે તેમ નથી, આ માટે વિશ્વના તમામ દેશોએ સાથે મળીને કામ કરવું પડશે.

રાજનાથ સિંહે સમુદ્રી સુરક્ષા માટે ગંભીર પડકારો ગણાવતા કહ્યું કે, સમુદ્રી ચાંચીયા, આતંકવાદ, હથિયારો અને કેફી દ્રવ્યોની તસ્કરી, ગેરકાયદેસર માછીમારી અને સાયબર નબળાઈઓ વૈશ્વિક વ્યવસ્થા માટે ખતરો છે. જળવાયુ પરિવર્તનને કારણે કુદરતી આપત્તિઓ વધી રહી છે, જેને પહોંચી વળવા માટે માનવીય સહાય અને આપત્તિ રાહત (HADR) કામગીરી હવે પહેલા કરતા વધુ વ્યાપક બની છે. કોઈ પણ એક નૌસેના ગમે તેટલી સક્ષમ હોય, તે આ તમામ પડકારોને એકલા હાથે નાથી શકતી નથી. તેથી પરસ્પર સહકાર હવે સમયની માંગ છે.

આ વર્ષે ‘મિલન’ અભ્યાસમાં વિશ્વના 74 દેશો ભાગ લઈ રહ્યા છે, જે તેને અત્યાર સુધીનો સૌથી મોટો અને સમાવેશી કાર્યક્રમ બનાવે છે. સંરક્ષણ મંત્રીએ જણાવ્યું કે, આટલી મોટી સંખ્યામાં દેશોની ભાગીદારી એ વાતનો પુરાવો છે કે વૈશ્વિક સમુદાય ભારતને એક ‘ભરોસેમંદ અને જવાબદાર’ ભાગીદાર તરીકે જોઈ રહ્યો છે.

રાજનાથ સિંહે ભારપૂર્વક કહ્યું કે, જ્યારે વિવિધ દેશોના યુદ્ધજહાજો સમુદ્રમાં સાથે ચાલે છે અને કમાન્ડરો સામૂહિક વિચાર-વિમર્શ કરે છે, ત્યારે ભૌગોલિક અને રાજકીય સીમાઓથી ઉપર ઉઠીને એક સાજી સમજણ અને વિશ્વાસ કેળવાય છે. ‘મિલન’ જેવા પ્લેટફોર્મ વ્યવસાયિક કુશળતાને એકસાથે લાવી સમાન પડકારો માટે સંકલિત પ્રતિભાવ આપવામાં મદદ કરે છે.

ભારતની ભૂમિકા સ્પષ્ટ કરતા તેમણે કહ્યું કે, ભારત આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને નિયમોને અનુરૂપ સમુદ્રી અવરજવરની સ્વતંત્રતાનો સમર્થક છે. ભારત લાંબા સમયથી પ્રદેશમાં ‘સૌ માટે સુરક્ષા અને વિકાસ’ (SAGAR) ની વિચારધારાને આગળ વધારી રહ્યું છે. એક મજબૂત વૈશ્વિક નૌસેનિક સંરચના દ્વારા સમુદ્રી માર્ગોની સુરક્ષા અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર અસરકારક રોક લગાવી શકાય છે.

આ પણ વાંચોઃ બ્રિટનના રાજા કિંગ ચાર્લ્સના ભાઈની ધરપકડ, એપસ્ટિન ફાઈલ્સમાં ચમક્યું હતું નામ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code