
કોરોના ઈફેક્ટઃ- નેપાળ સરકારે બંધ કરી ભારત સાથે જોડાયેલ 22 બોર્ડર, માત્ર 13 માર્ગ સંચાલીત રહેશે
- કોરોનાની અસર હવે માર્ગવ્યવહાર પર
- નેપાળે 22 જેટલી પોસ્ટ બંઘ કરી
- માત્ર ભારક સાથે 13 માર્ગ સંચાલીત રાખશે નેપાળ
દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોના મહામારીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે, ત્યારે અનેક દેશોએ ભારતની અવર જવર પર પ્રતિબંધ મૂક્યો છે, ત્યારે હવે કોરોનાના સંક્રમણને અટકાવવા અને તેના પર નિયંત્રણ મેળવવા માટે નેપાળ સરકાર દ્વારા બનાવવામાં આવેલા બોર્ડ ઓફ ડિરેક્ટરએ કુલ 35 માંથી 22 સરહદો બંધ કરી દીધી છે. હવે લોકો ફક્ત 13 સરહદોથી ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય હશે તો જ આવી શકશે.
શુક્રવારે મોડી સાંજે સિંઘ દરબાર કાઠમંડુમાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં લોકડાઉન લગાડવામાં આવેલ તમામ સરકારી કચેરીઓમાંથી માત્ર એક ચોથા ભાગને ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સીસીએમસીએ તમામ જાહેર કાર્યો બંધ રાખવાનો અને ઉદ્યોગને એવી રીતે ચલાવવા આદેશ આપ્યો છે કે કામદારો અને મજૂરો ઔદ્યોગિક સંકુલમાં રહે. એ જ રીતે સમિતિએ ભારત સાથે 35 આઉટપોસ્ટ પર ફક્ત 13 માર્ગ સંચાલીત કરવા તેમજ 22 પોસ્ટ બંધ કરવાનો નિર્ણય લીધો છે.
આ સંચાલીત રહેનારા 13 માર્ગામાં કાકડભિટ્ટા, જોગબની, પશુપતિનગર, ભીતામોડ ગૌર, બીરગંજ, બેલહિયા, કૃષ્ણાનગર, જમુનહા, ઝુલાઘાટ, કોલુઘાટ, ગૌરીફંટા અને ગડ્ડાચોકીનો સમાવેશ કરવામાં આવ્યો છે, તે ઉપરાંત આ માર્ગો પર રાહદારીઓ માત્રને માત્ર કટોકટીમાં મુસાફરી કરી શકશે.