
કોરોનાની મહામારી સમાપ્ત નથી થઇ,નવા વેરિયન્ટ આવવાનો ખતરો: નિષ્ણાત
- દેશમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો
- નથી સમાપ્ત થઇ કોરોનાની મહામારી
- નવા વેરિયન્ટ આવવાનો ખતરો: નિષ્ણાત
દિલ્હી:દેશમાં કોરોના વાયરસના કેસ ઘટી રહ્યા છે.રિકવરી રેટ વધી રહ્યો છે અને પોઝિટીવિટી રેટ ઘટી રહ્યો છે.કોરોનાથી વધુ સારા થવાની વચ્ચે લોકોને લાગે છે કે,કોરોનાની મહામારી હંમેશ માટે ખતમ થઈ ગઈ છે, પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે,એવું ન સમજવું જોઈએ કે કોરોના હવે કાયમ માટે ખતમ થઈ ગયો છે.કારણ કે આ વાયરસ હજુ પણ આપણી વચ્ચે છે.આ વાયરસનું નવું સ્વરૂપ વિશ્વમાં ગમે ત્યારે આવી શકે છે. એવામાં અત્યારે કોરોના પ્રત્યે બેદરકાર રહેવું યોગ્ય નથી.
કોવિડ નિષ્ણાત ડૉ. જુગલ કિશોરનું કહેવું છે કે,કોરોના વાયરસ પોતાની જાતને સતત બદલતો રહે છે.મ્યુટેશનને કારણે આ વાયરસ નવા વેરિયન્ટમાં બદલાઈ શકે છે. જો આ પ્રકાર ઝડપથી ફેલાય છે અને રસી અથવા કુદરતી રોગપ્રતિકારક શક્તિને બાયપાસ કરે છે, તો કોરોનાના કેસ વધી શકે છે. જોકે, નવી લહેર આવવાની શક્યતા ઘણી ઓછી છે, કારણ કે,વસ્તીનો મોટો ભાગ ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત થયો છે. લોકોમાં સંક્રમણ સામે રોગપ્રતિકારક શક્તિ હોય છે. એવામાં જ્યાર સુધી કોઈ ખતરનાક વેરિયન્ટ નથી આવતો,ત્યાર સુધી આગલી લહેર નહીં આવે.પરંતુ આનાથી લોકોને એવું ન વિચારવું જોઈએ કે કોરોના હવે કાયમ માટે ખતમ થઈ ગયો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ કુમાર અગ્રવાલનું કહેવું છે કે, વિશ્વમાં એક સપ્તાહમાં દરરોજ સરેરાશ 15 લાખથી વધુ કેસ આવી રહ્યા છે.લોકોએ સમજવું જોઈએ કે,કોરોના મહામારી હજી સમાપ્ત થઇ નથી.એવામાં લોકોએ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે.