1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હીમાં કોરોનાનો કહેર – અહીંની હોસ્પિટલોમાં 1 હજારથી વધુ આરોગ્ય કર્મીઓ કોરોના સંક્રમિત
દિલ્હીમાં કોરોનાનો કહેર – અહીંની હોસ્પિટલોમાં 1 હજારથી વધુ આરોગ્ય કર્મીઓ કોરોના સંક્રમિત

દિલ્હીમાં કોરોનાનો કહેર – અહીંની હોસ્પિટલોમાં 1 હજારથી વધુ આરોગ્ય કર્મીઓ કોરોના સંક્રમિત

0
Social Share
  • દિલ્હીમાં હવે આરોગ્ય કર્મીઓ પણ કોરોનાની ઝપેટમાં
  • 1 હજારથી વધુ સ્વાસ્થ્ય કર્મીઓ કોરોનાગ્રસ્ત

 

દિલ્હીઃ-  સમગ્ર દેશભરમાં જ્યા કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યા હવે આરોગ્ય કર્મીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે.જેમાં ખાસ કરીને દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વકરતો જોવા મળ્યો છે,દિલ્હીમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના કેસ વધવાને કારણે હવે મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ પણ તેનો શિકાર બની રહ્યા છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આરોગ્ય કર્મઈઓ કોરોનાની ઝપેટમાં આવતા હોસ્પિટલોમાં આરોગ્ય કર્મચારીઓની અછતની કટોકટી સર્જાઈ શકે છે. છેલ્લા એક અઠવાડિયામાં, વિવિધ હોસ્પિટલોમાં કામ કરતા એક હજારથી વધુ આરોગ્ય કર્મચારીઓ કોરોના સંક્રમણની ઝપેટમાં આવ્યા છે. ઘણા વિભાગોમાં 70 ટકા જેટલા ડૉક્ટરો કોરોના સંક્રમિત થવાની માહીત છે. આ જોતાં લેડી હાર્ડિંજ હોસ્પિટલ કોરોના સંક્રમિત આરોગ્ય કર્મચારીઓને પાંચ દિવસના આઇસોલેશન પછી તપાસ કર્યા વિના જ હોસ્પિટલનું કામ શરૂ કરવાનું  જણાવવામાં આવી રહ્યું છે.

દિલ્હી સ્થિતિ એઈમ્સમાં 200 સંક્રમિત

એઈમ્સમાં કામ કરતા 70 ડોક્ટરો સહિત 200 થી વધુ આરોગ્ય કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. તેમાંથી રેસિડેન્ટ ડોક્ટરોની સંખ્યા વધુ જોવા મળી રહી  છે. કેટલાક વિભાગોમાં અડધાથી વધુ ડોકટરો કોરોનાની ઝપેટમાં  આવી ચૂક્યા છે. એઈમ્નસના ન્યુરો સર્જરી, ન્યુરોલોજી વિભાગના લગભગ અડધા ડોકટરો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. એનેસ્થેસિયા વિભાગના 20 જેટલા ડોકટરો પણ સંક્રમિત છે. તે જ સમયે, ઘણા નર્સિંગ વર્કર્સ પણ હોમ આઇસોલેશનમાં છે.આ સાથે જ એઈમ્સના 21 હેલ્થ વર્કર છે જેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code