1. Home
  2. ગુજરાતી
  3. મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર –  સક્રિય કેસો અઢી ગણા વધીને 17 હજારને પાર  -સૌથી વધુ કેસ મુંબઈમાં
મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર –  સક્રિય કેસો અઢી ગણા વધીને 17 હજારને પાર  -સૌથી વધુ કેસ મુંબઈમાં

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર –  સક્રિય કેસો અઢી ગણા વધીને 17 હજારને પાર  -સૌથી વધુ કેસ મુંબઈમાં

0
Social Share
  • મહારાષ્ટ્રમાં  કોરોનાનો કહેર 
  • સક્રિય કેસો વધીને હવે  17 હજારને પાર 
  • સૌથી વધુ કેસ મુંબઈમાં

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે  દાનિક નોંધાઈ રહેલા દેશના કેસોમાં મહારાષ્ટ્રના કેસ સૌથી વધુ હોય છે ત્યારે જો છેલ્લા દસ દિવસની વાત કરીએ તો એક્ટિવ કેસમાં લગભગ અઢી ગણો ઉછાળો આવ્યો છે. 

આજ રોજ સોમવારે રાજ્યમાં કોવિડના 1 હજાર 885 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં કુલ સક્રિય કેસ 17 હજાર 480 પર પહોંચી ગયા છે. બીએમસીના આંકડાઓ પર નજર કરીએ તો મુંબઈની હોસ્પિટલોમાં કોવિડના દર્દીઓનો દૈનિક પ્રવેશ 37 થી વધીને 111 થયો છે એટલે કે 10 દિવસમાં 200 ટકાનો  નો વધારો થયો છે.

આ સાથે જ છેલ્લા 24 કલાકમાં, 40 વર્ષથી ઓછી ઉંમરના બે દર્દીઓ કોવિડથી મૃત્યુ પામ્યા છે. બંનેના મોત મુંબઈમાંથી નોંધાયા છે. તબીબી નિષ્ણાતો કહે છે કે મોટાભાગના દર્દીઓમાં રોગના હળવા લક્ષણો જોવા મળી રહ્યા છે અને મૃત્યુ દર પણ ઓછો જોવા મળ્યો છે. વાયરસનું કોઈ નવું ચિંતાજનક સ્વરૂપ પણ જોવા મળ્યું નથી. જે એક સારી બાબત ગણાવી શકાય છે.

ઉલ્લેખનીય છે કે દર્દીઓને પેરાસિટામલ આપવામાં આવી રહી છે, રેમડેસિવીર દવાનો ઉપયોગ નથી થઈ રહ્યો જે સારી બાબત છે. પહેલી અને બીજી લહેર જેવી સ્થિતિ હાલ નથી ,દર્દીઓ સરળતાથી સાજા થઈ રહ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code