1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હીમાં કોરોનાએ વધારી સરકારની ચિંતા – 1600થી વધુ નવા કેસ સાથે સંક્રમણ દર 5 ટકાથઈ વધ્યો
દિલ્હીમાં કોરોનાએ વધારી સરકારની ચિંતા – 1600થી વધુ નવા કેસ સાથે સંક્રમણ દર 5 ટકાથઈ વધ્યો

દિલ્હીમાં કોરોનાએ વધારી સરકારની ચિંતા – 1600થી વધુ નવા કેસ સાથે સંક્રમણ દર 5 ટકાથઈ વધ્યો

0
Social Share
  • દિલ્હીમાં કોરોનાના કેસ વધ્યા
  • કેસો વધતા સરકાની ચિંતા વધી

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસ વધતા જોવા મળી રહ્યા છએ ત્યારે વધેલા કેસમાં દિલ્હીના કેસો 50 ટકા જોવા મળએ છે આ સાથે જ દિલ્હીમાં કોરોના કેસની ગતિ અટકવાનું નામ નથી લઈ રહી. દેશની રાજધાનીમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. 

જો વિતેલા દિવસને શુક્રવારની વાત કરીએ તો દિલ્હીમાં કોરોનાના 1 હજાર 656 નવા કેસ નોંધાયા હતા. જોકે રાહતની વાત એ પણ છે કે આ દરમિયાન  કોઈ દર્દીનું મૃત્યુ થયું નથી, પરંતુ કોરોનાનો સંક્રમણ દર વધીને 5.39 ટકા થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 1306 લોકો કોરોનામાંથી સાજા થઈને પોતાના ઘરે પરત ફર્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર શુક્રવારે કોરોનાના 1656 નવા કેસ નોંધાયા છે. શુક્રવારે કોઈ દર્દીનું મૃત્યુ થયું નથી અને 1 હજાર 306 દર્દીઓ સાજા થયા છે. પરંતુ સંક્રમણનો દર વધીને 5.39 ટકા થઈ ગયો છે. દિલ્હી સરકારે કોરોનાના વધી રહેલા કેસને લઈને ચિંતા વ્યક્ત કરી છે.

ઉલ્લેખનીય છે કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ગતરોજ એક રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતમાં 2020 થી 2021 વચ્ચે કોરોનાને કારણે 47 લાખ લોકોના મોત થયા છે. જેનો ભારત સરકારે વિરોધ કર્યો હતો. WHOના રિપોર્ટ પર દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને શુક્રવારે કહ્યું કે રાજધાની દિલ્હીમાં કોરોના મહામારીના કારણે મૃત્યુનો એવો કોઈ મામલો નથી જેની ગણતરી ન થઈ હોય.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code