1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દેશમાં કોરોના બેકાબૂ- પહેલી વખત એક્ટિવ કેસોની સંખ્યા 11 લાખને પાર -રેમડેસિવીર ઈન્જેક્શનની નિકાસ પર પ્રતિબંધ
દેશમાં કોરોના બેકાબૂ- પહેલી વખત એક્ટિવ કેસોની સંખ્યા 11 લાખને પાર -રેમડેસિવીર ઈન્જેક્શનની નિકાસ પર પ્રતિબંધ

દેશમાં કોરોના બેકાબૂ- પહેલી વખત એક્ટિવ કેસોની સંખ્યા 11 લાખને પાર -રેમડેસિવીર ઈન્જેક્શનની નિકાસ પર પ્રતિબંધ

0
Social Share
  • દેશમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ
  • એક્ટિવ કેસોની સંખ્યા 11 લાખને પાર

દિલ્હી – સમગ્ર દેશમાં કોરોના વાયરસની બીજી લહેર તીવ્ર બની છે,એક દિવસમાં પહેલીવાર દેશમાં દોઢ લાખથી પણ વધુ નવા કેસો નોંધાયા છે.તો આ  છ મહિનાના સમયગાળામાં 800 કરતા વધુ લોકો મૃત્યુ પામ્યા છે. દરમિયાન, દેશમાં કોરોનાના કેસો વધીને 11 કરોડ 8 લાખને પાર પહોંચ્યા છે.

આ સ્થિતિમાં હવે કેન્દ્ર સરકારે કોરોનાના દર્દીઓ માટે આપવામાં આવતા રેમડેસિવીર ઇન્જેક્શનની અછતને કારણે તેના  નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. તેને બનાવવા માટે વપરાયેલ કાચા માલનો પણ હવે નિકાસ નહી કરાઈ, દેશને પણ ઓક્ટોબર સુધીમાં પાંચ વધુ નવી કોરોના વેક્સિન પ્રાપ્ત થવાની સંભાવનાઓ સેવાઈ છે, જ્યારે રશિયન વેક્સિન સ્પુતનિક -5 નો ઉપયોગ આવતા 10 દિવસમાં ઈમરજન્સીના ઉપયોગ માટે મંજૂરી મળી શકે છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આપેલી માહિતી પ્રમાણએ છેલ્લા એક દિવસમાં 1લાખ 52 હજાર 879 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે,તો 800થી વધુના 6 મહિના દરમિયાત મોત નિપજ્યા છે,કોરોનાનો સાજા થવાનો દર હવે 90.44 ટકા પર આવી ગયો છે. હાલમાં દેશમાં સક્રિય કેસોનો દર 8.29 ટકા છે. છેલ્લા એક દિવસમાં 61 હજાર 456 સક્રિય કેસ નોંધાયા છે. મહારાષ્ટ્ર 10 કરોડ રસીના આંકડાને વટાવનાર પ્રથમ રાજ્ય બન્યું છે.

આ સાથે દશ  દેશમાં પહેલી વખત એક્ટિવ કેસોની સંખ્યાનો આંકડો ચિંતા જનક રહ્યો છે,11 લાખ 8 હજાર 87 ેક્ટિવ કેસો જોવા મળી રહ્યા છે.

સાહિન-

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code