
કોરોનાના અપડેટ -છેલ્લા 24 કલાકમાં 1088 કેસ સામે આવ્યા,વિતેલા દિવસની તુલનામાં 36 ટકા કેસ વધ્યા
- કોરોનાના કેસોમાં સામાન્ય વધારો
- વિતેલા દિવસની તુલનામાં 36 ટકા કેસ વધ્યા
- 24 કલાકમાં 1088 કેસ નોંધાયા
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં ફરી સામાન્ય વધારો નોંધાયો છે, એક તરફ કોરોનાના કેસોની સંખ્યા ઓછી થતા અને ત્રીજી લહેરની શંકાઓ ઘટતા જ કોરોનાને લઈને લગાવેલા પ્રતિબંધો હટાવી લેવાયા છે તો બીજી તરફ કોરોનાના નવા વેરિએન્ટે ફરી સરકારની ચિંતા વધારી છે,આ સ્થિતિ વચ્ચે વિતેલા 24 કલાકામાં આવેલા કોરોનાના કેસોમાં સામાન્ય વધારો પણ થયો છે.
પ્રાપ્ત જાણકારી આજરોજ બુધવારે સવાર સુધી છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 1 હજાર 88 નવા કેસ નોંધાયા છે, જે ગઈકાલ કરતાં 36.6 ટકા વધુ છે. મંગળવાર સવાર સુધીમાં એક દિવસમાં 796 કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા મૃત્યુની સંખ્યામાં પણ વધારો થયો છે. આજે જ્યાં 26 મૃત્યુ નોંધાયા છે, ગઈકાલે આ સંખ્યા 19 હતી.
આ સાથે જ કોરોનાના દૈનિક સકારાત્મકતાની જો વાત કરીએ તો તે 0.25 ટકા પર જોવા મળે છે, જ્યારે સાપ્તાહિક સકારાત્મકતા દર 0.24 ટકા નોંધાયો છે.બીજી તરફ હરિયાણામાં કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
હવે દેશમાં કુલ સક્રિય કેસની સંખ્યા 10 હજાર 870 થી ગઈ છે. આ સંક્રમણના કુલ કેસના 0.03 ટકા જોવા મળે છે. રિકવરી રેટ 98.76 ટકા નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં, 1 હજાર 81 લોકો સાજા થયા છે,.નવા નોઁધાયેલા કેસ અને સાજા થનારાની સંખ્યા બરાબર જોવા મળી હતી.