
કોરોના અપડેટઃ- છેલ્લા 24 કલાકમાં નોંધાયા 2,539 કોરોનાના નવા કેસ, એક્ટિવ કેસો પણ ઘટ્યા
- કોરોનાના કેસોમાં રાહત
- 24 કલાકમાં નોઁધાયા 2,539 નવા કેસો
- વિતેલા દિવસની સરખામણીમાં ઓછા નોંધાયા
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર નબળી પડી ચૂકી છે. ત્યારે કોરોનાના કેસોમાં મોટી રાહત મળી રહી છે, રોજેરોજ નોંધાતા કેસોનો આંકડો હવે 3 હજારથી પણ ઓછા જોવા મળી રહ્યો છે તો સાજા થનારા દર્દીઓની સંખ્યા નવા નોંધાતા દર્દીઓ કરતા પણ બમણી થઈ ચૂકી છે.
જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો દેશભરમાં કોરોનાવાયરસના કુલ 2 હજાર 539 નવા કેસ નોંધાયા છે, જે ગઈકાલની સરખામણીમાં 11.7 ટકા ઓછા જોવા મળે છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડના કારણે કુલ 60 લોકોના મોત પણ થયા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે હાલમાં દેશભરમાં સક્રિય કેસની સંખ્યા ઘટીને 40 હજારથી પણ ઓછી થી ચૂકરી છે. હાલમાં, દેશભરમાં 30 હજાર 799 સક્રિય કેસ જોવા મળી રહ્યા છે. સક્રિય કેસ કુલ સંક્રમણના 0.07 ટકા થઈ ચૂક્યા છે.જો હાલમાં દેશમાં રિકવરી રેટની વાત કરીએ તો 98.73 ટકા થઈ ગયો છે.
આ સાથે જ દેશમાં દૈનિક સકારાત્મકતા દર હવે ઘટીને 0.35 ટકા પર આવી પહોંચ્યો છે. સાપ્તાહિક સકારાત્મકતા દર પણ હવે ઘટીને 0.42 ટકા પર આવી ગયો છે.