
કોરોનાના કેસમાં રાહતઃ- છેલ્લા 24 કલાકમાં નોંધાયા 16 હજારથી વધુ કેસ, સક્રિય કેસો 1.35 લાખને પાર
- 24 કલાકમાં નોંધાયા 16 હજારથી વધુ કેસ
- સક્રિય કેસો 1 લાખ 35 હજારને પાર
દિલ્હીઃ- દેશભરરમાં કોરોનાના કેસોમાં વધઘટ સામે આવી રહી છે ત્યારે છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસો 15 હજારથી પમ વધુ નોંધાઈ રહ્યા ચે ,જો કે આ સ્થિતિ વચ્ચે સારી બાબત એ પણ કહી શકાય છે કે સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધતી જઈ રહી છેઆ સાથએ જ સક્રિય કેસો પમ ઘટ્યા છે
જો છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસો વિશે વાત કરીએ તો સ્વાસ્થ્યમંત્રાલયના આંકડાઓ પ્રમાણે કોરોનાના 16 હજાર 167 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ સમાન સમયગાળા દરમિયાન કુલ 41 દર્દીઓના મોત થયા છે.રાહતની વાત એ છે કે ગઈકાલની સરખામણીમાં આજે કુલ કેસ 2 હજાર જેટલા ઓછા છે. રવિવારે છેલ્લા 24 કલાકમાં સંક્રમિતના 18 હજાર 738 કેસ નોંધાયા છે.નવા નોંધાયેલા કેસોમાં 13.7 ટકાનો ઘટાડો નોંધાયો છે.
જો સક્રિય કેસો વિશે વાત કરવામાં આવે તો હવે તે દોઠ લાખથી પણ ઓછા જોવા મળે છે, હાલ દેશમાં સક્રિય કેસોની સંખ્યા 1 લાખ 35 હજાર 510 થઈ ચૂકી છે, જે ગઈકાલની સરખામણીમાં 577 વધુ છે.દેશમાં સાજા થનારાની સંખ્યા પણ વધતી જોવા મળી છે છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 15 હજાર 549 લોકોએ કોરોનાને માત આપી છે અને તેઓ સ્વસ્થ થયા છે.છેલ્લા 24 કલાકમાં જો રસીકરણની વાત કરીએ તો 34,75,330 ડોઝ આપવામાં આવ્યા છે.
દેશમાં કોરોના સાજા થવાના દરની વાત કરવામાં આવે તો તે 98.50 ટકા નોંધાયો હતો. દેશવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 206.56 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે, જેમાં 93.60 કરોડ લોકોને બન્ને ડોઝ અને 10.88 કરોડ લોકોને સાવચેતીના ડોઝ આપવામાં આવ્યા છે.