1. Home
  2. ગુજરાતી
  3. કોરોનાના વધતા કેસ વચ્ચે હવે દેશની આ સૌથી મોટી સિરીંજ બનાવતી કંપનીઓ પર વાગશે તાળા – જાણો કારણ
કોરોનાના વધતા કેસ વચ્ચે હવે દેશની આ સૌથી મોટી સિરીંજ બનાવતી કંપનીઓ પર  વાગશે તાળા – જાણો કારણ

કોરોનાના વધતા કેસ વચ્ચે હવે દેશની આ સૌથી મોટી સિરીંજ બનાવતી કંપનીઓ પર વાગશે તાળા – જાણો કારણ

0
Social Share
  • સિરિઝ બનાવતી એક કંપની સિલ
  • કોરોનાના વધતા કેસ વચ્ચે કંપનીને તાળા

દિલ્હીઃ જ્યા દેશમાં એક બાજુ કોરોનાના કેસમાં વધારો ઘટાડો થી રહ્યો ચે ત્યા બીજી તરફ નવા વેરિએન્ટ ઓમિક્રોનનો કહેર પણ વધ્યો છે. ત્યારે હવે આવી સ્થિતિમાં ઈન્જેક્શનની સિરીંજનું નિર્માણ કરતી કંપનીને તાળા મારવાનો વખત આવ્યો છે,કોરોનાની સ્થિતિ વચ્ચે આ કંપનીને તાળા વાગવા થોડી સામાન્ય ચિંતાનો વિષય બને તે સ્વાભાવિક છે.

સ્વાસ્થ્ય સંકટ વચ્ચે આ સમાચાર પણ નિરાશાજનક છે. વાસ્તવમાં, દેશની સિરીંજ અને સોયની સૌથી મોટી કંપની હિન્દુસ્તાન સિરીંજ એન્ડ મેડિકલ ડિવાઈસીસ લિમિટેડ ને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જાણકારી અનુસાર, એર ક્વોલિટી મેનેજમેન્ટે રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રદૂષણ ઘટાડવા માટે કંપનીની 228 ફેક્ટરીઓને અસ્થાયી રૂપે સ્થગિત કરવાનું કહવેમાં આવ્યું છે.

હિન્દુસ્તાન સિરીંજ એન્ડ મેડિકલ ડિવાઈસીસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ નાથે આ માહિતી શુક્રવારે મીડિયાને  આપી હતી અને કહ્યું હતું કે,અમારા સંકુલમાં ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય લીધો છે. નાથે કહ્યું કે કંપની પાસે બે દિવસથી વધુનો બફર સ્ટોક નથી. તેમણે કહ્યું કે અમે સોમવારથી બે દિવસના બફર સ્ટોકથી વધુ સિરીંજનું ઉત્પાદન કરી શકતા નથી. સોમવારથી દૈનિક 1.2 કરોડ સિરીંજનું ઉત્પાદન ઉપલબ્ધ થશે નહીં.

આ આંકડામાં અન્ય પ્લાન્ટમાં ઉત્પાદિત 40 લાખ સિરીંજનો સમાવેશ થાય છે, જેને HMD સોમવારે બંધ કરવાની યોજના બનાવી છે. કંપનીના એમડી નાથે વડા પ્રધાનને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ભારતમાં અને વૈશ્વિક સ્તરે પહેલેથી જ સિરીંજનો પુરવઠો ઓછો છે. કટોકટી વધુ વિકટ બની છે કારણ કે અમને સ્વૈચ્છિક ધોરણે એકમો બંધ કરવાનું કહેવામાં આવ્યું છે. તેનાથી પ્રતિદિન 150 લાખ સોય અને 80 લાખ સિરીંજના ઉત્પાદન પર અસર પડજે તેવી પુરેપુરી શક્યતાઓ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code