
કોરોનાના નવા સ્વરૂપને કારણે બ્રિટનના પીએમ બોરીસ જોનસને લગાવ્યું લોકડાઉન
- કોરોનાના નવા સ્વરૂપથી બ્રિટનમાં ભય
- બ્રિટનમાં દોઢ મહિનાનું લાગ્યું લોકડાઉન
- પીએમ બોરીસ જોનસનને કર્યું એલાન
દિલ્લી: બ્રિટનના વડાપ્રધાન બોરીસ જોનસને કોરોના સંક્રમણના નવા સ્ટ્રેઇનના વધતા જતા સંકટ વચ્ચે દેશમાં ફરીથી લોકડાઉનની જાહેરાત કરી છે.
બોરીસ જોનસને કહ્યું કે, કોરોનાના નવા સ્વરૂપનું સંક્રમણ અટકાવવા માટે ઓછામાં ઓછું ફેબ્રુઆરીના મધ્ય સુધી એક નવું નેશનલ લોકડાઉન લગાવામાં આવ્યું છે.
એક તરફ બ્રિટનમાં કોરોના વેક્સીન લાગુ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને બીજી તરફ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.
બોરીસ જોનસને સોમવારે રાત્રે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે દેશ માટે આ મુશ્કેલ સમય છે. દેશના દરેક ભાગમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે.
હાલમાં બ્રિટનમાં શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ બંધ રહેશે, કલાસીસ ઓનલાઇન જ ચાલશે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઓછામાં ઓછા ફેબ્રુઆરીના મધ્ય સુધી કેમ્પસમાં પરત ફરશે નહીં. લોકડાઉન દરમિયાન લોકોને તેમના ઘરોમાં રહેવું પડશે અને ફક્ત જરૂરી કામ માટે જ બહાર નીકળવાની પરવાનગી આપવામાં આવશે.
તમામ ગૈર- જરૂરી દુકાનો અને હેયરડ્રેસર જેવી પર્સનલ કેયર સર્વિસ બંધ રહેશે, અને રેસ્ટોરાં ફક્ત ટેકઆઉટ સેવાઓ પ્રદાન કરશે.સોમવાર સુધીમાં ઇંગ્લેન્ડની હોસ્પિટલોમાં 26,626 દર્દીઓ હતા.
પાછલા સપ્તાહની સરખામણીએ આ 30 ટકા થી વધુનો વધારો છે. આ સિઝનમાં તે પ્રથમ તરંગના ઉચ્ચતમ સ્તર કરતા 40 ટકા વધારે છે.
–દેવાંશી