1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગરમીની સિઝનમાં મેન્સ માટે કુલ ફેશન અને આરમદાયક બોટમવેર એટલે કોટન શોર્ટ્સ અને બરમૂડા,
ગરમીની સિઝનમાં મેન્સ માટે  કુલ ફેશન અને આરમદાયક બોટમવેર એટલે કોટન શોર્ટ્સ અને બરમૂડા,

ગરમીની સિઝનમાં મેન્સ માટે કુલ ફેશન અને આરમદાયક બોટમવેર એટલે કોટન શોર્ટ્સ અને બરમૂડા,

0
Social Share
  • બરમૂડા અને શોર્ટસ ગરમીમાં આપે છે રાહત
  • બહાર જાવ ત્યારે આ પણ કોટનના શોર્ટસની પસંદગી ઉત્તમ રહે
  • ઘરમાં જ રહેવાનું હોય ત્યારે બરમૂડા પહેરી શકો છો

હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે, ગરમીએ માજા મૂકી છે, ત્યારે કેવા કપડા પહેરવા? તે ચિંતા સતત પુરુષોને સતાવતી રહેતી હોય છે, ખાસ કરીને જ્યારે આપણે બહાર જવાનું હોય  ત્યારે અને ઘરમાં જ રહેવાનું હોય ત્યારે પુરુષોએ આ ગરમીથી બચવા માટે કોટન ટીશર્ટ અને શોર્ટ્સ અને બરમૂડા પહેરવા જોઈએ, જે  ઘરમાં અને ઘરની બહાર તમને ગરમીમાં રાહત તો આપશે જ સાથે તમને કમન્ફ્રર્ટેબલ ફીલ કરાવશે.આમ તો પુરુષોની કપડાની બાબતે ગરમીમાં ખાસ કંઈ પસંદગી હોતી નથી, આજકાલના યંગસ્ટર્સ તો નાઈટ વેરને જ દિવસના પણ પ્રાધાન્ય આપે છે, ત્યારે આવા ગરમીના કપરા સમયે તમે બહરમૂડા કે કોટનની કેપરી અને શોર્ટસ્ને પ્રાધાન્ય આપી શકો છો

એક રીતે  જોવા જઈએ તો દરેક ઋતુની એક ખાસિયત હોય છે. આપણે સૌ ઋતુ અનુસાર જ આઉટફિટની પસંદગી કરતાં હોઇએ છીએ. આ સાથે જ આપણો લૂક કુલ દેખાય એ વાતને પણ આપણે ખાસ મહત્વ આપતા હોઈએ  છે, ભલેને પછી બહાર ગમે એટલી ગરમી કેમ ન હોય, પણ આપણો  દેખાવ કૂલ લાગવો જોઇએ તેવો આપણો પોતાનો જ આગ્રહ હોય છે. જેમાં ખાસ કરીને પુરુષો  ઉનાળામાં ઠંડક મેળવવા માટે  ઇચ્છતા હોય તો  બરમૂડા અપનાવી શકો છો. આ બરમૂંડા કમરેથી ફિટ અને ગોઠણ સુધીની લંબાઇ ધરાવતાં સહેજ ખૂલતાં હોવા જોઇએ જેથી તમને ગરમી ન લાગે અને તમને ઘરની બહાર અનુકુળ પણ રહે.

આ સાથે જ ઉનાળામાં જો તમે ઈચ્છો તો કેપરી પણ પહેરો તો પણ વાંધો નહીં. સૌથી વધારે લોકપ્રિય જો આ ઉનાળામાં કંઇ હોય તો તે શોર્ટ્સ છે, તે પણ ખાસ કરીને કોટનના કપડાના શોર્ટસ, જે ખુલ્લા હોય છે અને ઘુંટણથી ઉપર સુધીના હોય છે, જો કે આ શોર્ટસ્ બહાર પહેરવા કેટલાક લોકોને અનકમ્ફર્ટેબલ લાગે છે જેથી ઘરમાં અને જ્યારે તમે આઉટ સાઈડ રિસોર્ટની મજા માણવા જતા હોય ત્યારે ખાસ આ શોર્ટ્સની પસંદગી કરવી.

આ સાથે જ જો તમે બહાર જાવ છો અને તમને શોર્ટ બોટમ વેર નથી સપંદ તો આવી સ્થિતિમાં તમે કોટનની કે પછી કોઈ આછા કપડાની ટ્રેક પેન્ટ પહેરી શકો છો, જેમાં તમને ગરમી પણ નહી લાગે અને કૂલ લૂક પણ તમારો જળવાઈ રહેશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code