
દેશમાં કોરોનાનો કહેર – છેલ્લા 24 કલાકમાં નોંધાયા 18 હજારથી વધુ કેસ, 108ના મોત
દિલ્હી – સમગ્ર દેશમાં કોરોનાનો કહેર રુકવાની નામ નથી લઈ રહ્યો, આરોગ્ય મંત્રાલયના જણાવ્યાપ્રમાણે, છેલ્લા 24 કલાકમાં ફરી એકવાર 18 હજારથી વધુ કેસ નોંધાય ચૂક્યા છે, જેમાંથી 108 લોકોના મોત પમ નિપજ્યા છે, તો આજ સમયગાળાની અંદર 14 હજાર 234 લોકોને હોસ્પિટલમાં સારવાર હેઠળ રજા આપવામાં આવી છે.
અત્યાર સુધી કોરોનાનો કપલ આંકડો 1 કરોડ 11 લાખ 92 હજાર 088 થયો છે તો સાથે જ સાજા થનારી સંખ્યાની વાત કરીએ તો 1 કરોડ 8 લાખ 54 હજાર 128 લોકોએ કોરોનાને માત આપી છે,જેમાં 1 લાખ 57 હજારથી પણ વધુ લોકોએ કોરોનામાં જીવ જગુમાવ્યા છે
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાણકારી આપતા કહ્યું છે કે, દેશમાં શુક્રવાર સુધીમાં કુલ 22 કરોડ 06 લાખ 92 હજાર 677 કોરોના ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે, જેમાં ગુરુવારે, જ માત્ર 7 લાખ 51હજાર 935 નમૂનાઓનું પરીક્ષણ કરાયું હતું.
16 જાન્યુઆરીથી શરુ થયેલા રસીકરણમાં અત્યાર સુધીમાં 1 કરોડ 94 લાખ 97 હજાર 704 લોકોને રસી આપવામાં આવી ચૂકી છે. દેશમાં કોરોના રસીકરણ અભિયાનનો બીજો તબક્કો પમ 1 માર્ચથી શરૂ થઈ ચૂક્યો છે. આ તબક્કામાં, 45 થી 59 વર્ષની વચ્ચેની વય ધરાવતા અને ગંભીર રોગોથી પીડાતા લોકોને પણ રસી આપવામાં અગ્રચતા આપવામાં આવી રહી છે. આ સાથે જ હવે આ રસી ખાનગી હોસ્પિટલોમાં પણ ઉપલબ્ધ છે.
સાહિન-