
દેશનો પહેલો કેસઃ આસામની એક મહિલા ડોક્ટર કોરોનાના આલ્ફા- ડેલ્ટા બન્ને વેરિએન્ટથી સંક્રમિત
- મહિલા ડોક્ટરમાં એક સાથે બે વાયરસ મળી આવ્યા
- આલ્ફા અને ડેલ્ટા વાયરસથી મહિલા ડોક્ટર પ્રભાવિત
- આસામના એક જીલ્લાની ઘટના
દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોના મહામારીની બીજી લહેર ઓછી થઈ ચૂકી છે પરંતુ ત્રીજી લહેરની શંકાઓ પણ સેવાઈ રહી છે, ત્યારે આવી સ્થિતિ વચ્ચે હવે દેશમાં બન્ને વાયરસથી કોઈ પ્રભાવિત હોય તેવો પ્રથમ કેસ નોંધાતા ચિંતા વ્યાપી છે.
મળતી માહિતી પ્રમાણે આસામના ડિબ્રૂગઢ જીલ્લામાં એક મહિલા ડોક્ટર કોરોના પોઝિટિવ મળી આવ્યા છએ, જેમાં આલ્ફા અને ડેલ્ટા બન્ને વાયરસની પ-ષ્ટિ કરવામાં આવી છે, નિષ્ણાંતો પ્રમાણે સંભવત આ ભારતમાં નોંધાયેલો પ્રથમ કેસ છે.
ડિબ્રૂગઢ સ્થિતિ આરએમઆરસીમાં કરવામાં આવેલા પરિક્ષણ દરમિયાન આ બાબત બહાર આવી છે,જો કે આ મહિલાએ કોરોના વેક્સિનના બન્ને ડોઝ લીધા હતા,સંપૂર્ણ બીજા ડોઝ લીધાના એક મહિના પછી કોરોનાવાયરસના બંને સ્વરૂપો આ મહિલામાં જોવા મળ્યા હતા, જો કે તેમનામાં હળવા લક્ષણો જોવા મળ્યા હતા, આ પહેલા તે ધરે સારવાર કરીને સ્વસ્થય થયા હતા, ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે મહિલાના પતિ આલ્ફા વેરિએન્ટથી સંક્રમિત થયા હતા.
આરએમઆરસીના સિનિયર સાયન્ટિસ્ટ ડોક્ટરે આ બાબતે જણાવ્યું હતું કે, ડબલ સંક્રમણ ત્યારે થાય છે બે સ્વરુપ એક વ્યકર્તિને એક સાથે અથવા ખૂબ ઓછા સમયમાં સંક્રમિત કરે છે ,આ ત્યારે શક્ય બને છે જ્યારે વ્યક્તિ કોી એક સંક્રમણથી સંક્રમિત બને છે,અને એન્ટિબોડીઝ વિકસિત થાય તે પહેલાં અથવા પ્રથમ સંક્મણના 2-3 દિવસની અંદર કોરોનાના બીજા સ્વરુપથી સંક્રમિત થાય છે.
જો કે દેશની બહાર બ્રિટન અને બ્રાઝીલમાં બન્ને સંક્રમિણ એક સાથે હોય તેવા ઘણા કેસ સામે આવ્યા છે,જ્યારે ફભારતમાં આ પ્રકારનો કો કેસ આજથી પહેલા નોંધાયો નથી, બન્ને સંક્રમણથી સંક્રમિત થવાનો આ પહેલો કેસ આસામમાં નોઁધાયો છે