1. Home
  2. ગુજરાતી
  3. ફોન ચોરાઈ જાય ન કરો ચિંતા, તમારા વોટ્સએપ અને અન્ય ડેટાનો આ રીતે રાખો સલામત
ફોન ચોરાઈ જાય ન કરો ચિંતા, તમારા વોટ્સએપ અને અન્ય ડેટાનો આ રીતે રાખો સલામત

ફોન ચોરાઈ જાય ન કરો ચિંતા, તમારા વોટ્સએપ અને અન્ય ડેટાનો આ રીતે રાખો સલામત

0
Social Share
  • ફોન ચોરાઈ જાય ન કરો ચિંતા
  • આ રીતે તમારી ડિટેઈલ રહેશે સલામત
  • વોટ્સએપની ડિટેઈલ પણ રહેશે સેફ

આજકાલ લોકો ફોનને પોતાના જીવથી વધારે સાચવતા હોય છે. કારણ છે કે આજકાલ ફોન લોકોના જીવનનો એક ભાગ અને શરીરનું અંગ બની ગયું હોય તેવું છે. ફોનમાં હવે તમામ પ્રકારની જાણકારી અને અંગત માહિતી પણ હોય છે જેને ચોરાઈ જવાનો ડર સૌથી વધારે લોકોને રહેતો હોય છે. ત્યારે આવા સમયમાં એક એવી જાણકારી આવી રહી છે જે તમારી ચિંતાને એક પળમાં ગાયબ કરી દેશે.

જો તમારો ફોન ચોરી અથવા ખોવાઈ જાય તો તેવા કિસ્સામાં સિમકાર્ડને બ્લોક કરાવવું જોઈએ. આ માટે તમે તમારા નેટવર્ક પ્રોવાઈડરના મુજબ કસ્ટમર કેર પર ફોન કરી શકો છો અને પછી આ નવા સિમ સાથે ફરીથી વોટ્સએપ લોગ ઈન કરો. જો કે તમારા સમાન નંબર સાથે અન્ય કોઈ મોબાઇલમાં વોટ્સએપ પર લોગ ઇન કરશો તો જૂના ફોનમાંથી વોટ્સએપ આપમેળે લોગ આઉટ થઈ જશે.

હાલમાં મોટાભાગના લોકોના સ્માર્ટફોનમાં વોટ્સએપ એકાઉન્ટ હોય છે. એનો આપણે સગા સંબંધીઓ, મિત્રો અને ઓફિસ સાથે વાતચીત કરવા માટે ઉપયોગ કરીએ છીએ. આવી સ્થિતિમાં, એક દિવસ માટે પણ ગુમાવવું આપણા કામને અસર પહોંચાડે છે. એમાં જીવનની કેટલીક વ્યક્તિગત બાબતો પણ હોય છે. એટલા માટે તેના ચોરી થવાથી આપણી પ્રાઈવસી પણ જોખમમાં મુકાય છે.

સિમકાર્ડ વિના WhatsApp એકાઉન્ટને ડિએક્ટિવેટ કરવા માટે તમારે વોટ્સએપ પર એક ઇમેઇલ મોકલવો પડશે. Lost/Stolen: Please deactivate my account મેસેજ સાથએ તમારો પૂરો નંબર આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં મોકલો. એકવાર ડિએક્ટિવેટ થયા પછી કોન્ટેક હજુ પણ તમારી પ્રોફાઈલ જોઈ શકે છે અને મેસેજ મોકલી શકે છે. જે 30 દિવસ સુધી પેન્ડિગ સ્થિતિમાં રહેશે. જો યુઝર્સ હટાવી દીધા પહેલા એકાઉન્ટને ફરીથી રિએક્ટિવેટ કરવાનો પ્રયાસ કરશે તો તેમને નવા ફોન પર કોઈપણ બાકી મેસેજ મળશે. જે તમામ સમૂહ ચેટમાં હશે. જો યુઝર્સ 30 દિવસની અંદર તેનું ખાતું એક્ટિવ નથી કરતો તો તેને સંપૂર્ણ રીતે હટાવી દેવામાં આવે છે. અહીં સુધી કે સિમ કાર્ડ લોક અને ફોન સર્વિસ ડિસેબલ્ડ થયા પછી પણ વાઈફાઈ પર વોટ્સએપનો ઉપયોગ થઈ શકે છે જો યુઝર્સ કંપનીથી એકાઉન્ટ ડિ-એક્ટિવેશન માટેની વિનંતી સાથે તેન સંપર્ક નહીં કરે તો. જો યુઝર્સ ગૂગલ ડ્રાઇવ, આઇક્લાઉડ અથવા વનડ્રાઇવનો ઉપયોગ કરતા પહેલા બેક અપ લેવામાં સક્ષમ રહ્યા તો તે પોતાની ચેટ હિસ્ટ્રીને રિસ્ટોર કરવામાં સક્ષમ થઈ શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code