1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરામાં કારચાલકે નશાની હાલતમાં બાઈકને ટક્કર મારતા દંપતી પટકાયું, પોલીસે કર્યો કારનો પીછો
વડોદરામાં કારચાલકે નશાની હાલતમાં બાઈકને ટક્કર મારતા દંપતી પટકાયું, પોલીસે કર્યો કારનો પીછો

વડોદરામાં કારચાલકે નશાની હાલતમાં બાઈકને ટક્કર મારતા દંપતી પટકાયું, પોલીસે કર્યો કારનો પીછો

0
Social Share

વડોદરાઃ શહેરના મુજમહુડા વિસ્તારમાં પૂરફાટ ઝડપે આવેલી કારના ચાલકે બાઈકને ટક્કર મારતા બાઈકસવાર દંપત્તી અને બાળક રોડ પર પટકાયું હતું. દરમિયાન કારના બોનેટમાં બાઈક ફસાઈ ગયું હોવા છતાંયે કારને ઊભી રાખ્યા વિના ફુલ સ્પીડે દોડાવતા બાઈક બે કિંમી સુધી ઢસડાયું હતું, દરમિયાન પોલીસે કારનો પીછો કરીને નશાની હાલતમાં કારચાલકની ધરપકડ કરી હતી, આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઈ હતી.

વડોદરા શહેરના મુજમહુડા વિસ્તારમાં બનેલા અકસ્માતના આ બનાવ અંગે જે.પી. રોડ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, કારનો ચાલક કરણપાલસિંગ બુમરા મકરપુરા વિસ્તારનો રહેવાસી છે. હાલ એની પૂછપરછ ચાલુ છે. પ્રાથમિક રીતે જોતા તેને  ડ્રિંક કર્યું હોય તેવું લાગે છે.  પૂરફાટ ઝડપે કારે બાઈકને ટક્કર માર્યા બાદ બાઇક સવાર દંપત્તી રોડ પર પટકાયું હતુ. અને બાઇક કારના બોનેટમાં ફસાઈ ગઈ હતી. જેથી કારચાલકે બાઇકને ઢસડીને દૂર સુધી લઇ ગયો હતો. આ દરમિયાન પોલીસે કારનો પીછો કરીને આરોપીને ઝડપી પાડ્યો હતો. હાલ આરોપી સામે ગુનો દાખલ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. આરોપીની મેડિકલ તપાસ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઘટનામાં એક મહિલા ઈજાગ્રસ્ત થઇ છે. જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે મહિલાના પતિ અને બે બાળકો સુરક્ષિત છે. મહિલાને પણ સામાન્ય ઇજા પહોંચી છે.જે.પી. રોડ પોલીસે CCTVના આધારે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે મૂળ પંજાબના અને વડોદરામાં રહેતા આરોપી કરણપાલસિંગ સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને અકસ્માતનો ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે અને આરોપી કરણપાલસિંગની ધરપકડ કરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code