1. Home
  2. ગુજરાતી
  3. નવી શિક્ષણ વ્યવસ્થામાં ત્રણ C – ક્રિએટિવિટી,ક્યૂરોસિટી અને કમિટમેન્ટ- પીએમ મોદીએ સમજાવ્યો તેનો અર્થ
નવી શિક્ષણ વ્યવસ્થામાં ત્રણ C –  ક્રિએટિવિટી,ક્યૂરોસિટી અને કમિટમેન્ટ- પીએમ મોદીએ સમજાવ્યો તેનો અર્થ

નવી શિક્ષણ વ્યવસ્થામાં ત્રણ C – ક્રિએટિવિટી,ક્યૂરોસિટી અને કમિટમેન્ટ- પીએમ મોદીએ સમજાવ્યો તેનો અર્થ

0
  • શિક્ષણ નીતિમાં ત્રણ સી નો સમાવેશ
  • પીએમ મોદીએ સમજાવ્યો તેનો અર્થ
  • ત્રણ સી – ક્રિએટિવિટી,ક્યૂરોસિટી અને કમિટમેન્ટ
  • શિક્ષણ નિતી બનાવતી વખતે આ ત્રણ બાબત પર ખાસ ધ્યાન

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની નવી શિક્ષણ નીતિ પર પોતાના વિચારો રજુ કરી રહ્યા છે,તેમણે તેમના સંબોધનમાં જણાવ્યું કે,નવી શિક્ષણ નિતી દેશના વિકાસ માટે ફાયદાકારક સાબિત થશે,તેમણે કહ્યું કે,દેશના લોકોને સશક્ત અને શક્તિશાળીબનાવવા માટે આ શિક્ષણ નિતીમાં ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.

પીએમ મોદીએ કહ્યું કે, એ વાત સત્ય છે કે,  34 વર્ષ બાદ શિક્ષણ નિતીમાં બદલાવ આવ્યો છે,તે સ્થિતિમાં દરેક નાનમાં નાની બાબત અને અનેક સવાલો પર ખ્યાસ ધ્યાન કેન્દ્રિત કરાયું છે, આ શિક્ષણ નિતીને સંપૂર્ણ આકાર આપતા પહેલા ખાસ કરીને બે વાતો પર ગંભીર બાબતે વિચાર અને ચર્ચાઓ કરવામાં આવી હતી.

પ્રથમ સવાલ એ હતો કે,શું આ નવી શિક્ષણ નીતિ ભવિષ્યમાં ક્રિએટિવિટી,ક્યૂરોસિટી અને કમિટમેન્ટના મેકિંગ પર લોકોને જકડી રાખશે કે નહી, તો બીજો સવાલ એ હતો કે, શું આપણી આ વની શિક્ષણ વ્યવસ્થા સશક્તિકરણ કરી શકે છે…આ બન્ને બાબતો પર અમારા દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે ત્યાર બાદ નવી શિક્ષણ નિતીને આકાર અપાયો છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જ્યારે નર્સરીમાં અભ્યાસ કરતું બાળક પણ તકનિકી બાબતે અભ્યાસ કરશે ત્યારે આગળની તૈયારીઔ તેના માટે ખુબ જ સરળ બનશે,કેટલાક દાયકાઓથી શિક્ષણ નિતીમાં કોઈજ બદલાવ આવ્યો નથી,જેના કારણે જ સમાજના ગાડરીયા પ્રવાહને વેગ મળી રહ્યો હતો,આ હોડમાં કોઈ વકીલ , તો કોઈ ડોક્ટર તો કોઈ એન્જિનિયર બનવાની સતત હોડમાં લાગેલું રહેતુ હતું,ત્યારે હવે આ વ્સવસ્થા યુવા વર્ગની વિચારધારાને ક્રિએટિવ બનાવશે, હવે માત્ર અભ્યાસને જ મહત્વ આપવામાં નહી આવે પરંતુ સાથે સાથે વર્કિંગ કલ્ચરને વિકસિત કરવામાં આવશે.

હવે આ નવી શિક્ષણ નિતી દેશને એક અલગ દીશા આપશે,વર્ષોથી ચાલી આવતા ગાડરીયા પ્રવાહને હવે ક્રિએટિવિટીમાં રુપાંતર કરવામાં આવશે,દરેક બાળકમાં સંતાયેલી પ્રતિભાને બહાર લાવવામાં આ શિક્ષણ વ્યવસ્થા ખુબ જ ફાયદાકારક સાબિત થશે.

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published.