1. Home
  2. ગુજરાતી
  3. અદાણી પાવરનાં પ્રથમ ત્રિમાસિક ગાળાનાં પરિણામો જાહેર
અદાણી પાવરનાં પ્રથમ ત્રિમાસિક ગાળાનાં પરિણામો જાહેર

અદાણી પાવરનાં પ્રથમ ત્રિમાસિક ગાળાનાં પરિણામો જાહેર

0
Social Share

મહત્વની વિશેષતાઓ

  • અહેવાલના ત્રિમાસિક ગાળામાં લૉકડાઉન અને મહામારીના કારણે માંગ ઉપર દબાણ વર્તાયું છે.
  • નાણાંકિય વર્ષ 2019-20ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 78 ટકા પ્લાન્ટ લોડ ફેક્ટર સામે અહેવાલના ત્રિમાસિક ગાળામાં પ્લાન્ટ લોડ ફેક્ટર 51 ટકા રહ્યો
  • કંપનીએ નાણાંકિય વર્ષ 2019-20ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 16.5 બિલિયન યુનિટના વેચાણ સામે અહેવાલના ગાળામાં 12.7 બિલિયન યુનિટનું વેચાણ નોંધાયું
  • નાણાંકિય વર્ષ 2019-20ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ.8015 કરોડની આવક સામે અહેવાલના ત્રિમાસિક ગાળામાં કુલ રૂ.5,356 કરોડની આવક નોંધાવી
  • નાણાંકિય વર્ષ 2019-20ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ.1541 કરોડ સામે અહેવાલના ગાળામાં રૂ.1451 કરોડનો વ્યાજ, કરવેરા અને ઘસારા પૂર્વેનો નફો નોંધાવ્યો
  • નાણાંકિય વર્ષ 2019-20ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ.(-) 266 કરોડ  સામે અહેવાલના ગાળામાં રૂ.(-) 705 કરોડની ખોટ નોંધાવી

અમદાવાદ, તા.7 ઓગષ્ટ, 2020: અદાણી ગ્રુપના હિસ્સારૂપ અદાણી પાવર લિમિટેડે નાણાંકિય વર્ષ 2020-21ના પ્રથમ ત્રિમાસિક ગાળાના નાણાંકિય પરિણામોની જાહેરાત કરી છે.

 ઓપરેટીંગ પર્ફોર્મન્સઃ

નાણાંકિય વર્ષ 2020ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 78 ટકાના પ્લાન્ટ લોડ ફેક્ટર સામે કંપનીએ નાણાંકિય વર્ષ 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સરેરાશ 51 ટકાનો પ્લાન્ટ લોડ ફેક્ટર નોંધાવ્યો છે. પ્લાન્ટ લોડ ફેક્ટરમાં ઘટાડો થવાનું કારણ કોવિડ-19 સામે લડત આપવા દેશભરમાં લૉકડાઉનની જાહેરાત થતાં વિજળીની માંગમાં ઘટાડો થયો હતો. નાણાંકિય વર્ષ 2020ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 16.5 બિલિયન યુનિટના વેચાણ કદ સામે અહેવાલના ગાળામાં 12.7 બિલિયન યુનિટ વિજળીનું એકંદર વેચાણ થયું હતું.

લૉકડાઉન હોવા છતાં મહારાષ્ટ્રના મેરીટ ઓર્ડરમાં લાભદાયી સ્થિતિના કારણે 3300 મેગા વોટના તિરોડા પ્લાન્ટમાં ત્રિમાસિક ગાળાના મોટા ભાગમાં સારી માંગ જોવા મળી હતી. 1320 મેગા વોટના કવાઈ પ્લાન્ટમાં પણ લૉકડાઉન હળવું કરાયા પછી વિજળીની માંગ સામાન્ય બનતાં પ્લાન્ટ લોડ ફેક્ટરમાં જૂન 2020માં સુધારો નોંધાયો હતો.

આમ છતાં વિજળીની માંગ ઘટવાના કારણે ઉડુપી પ્લાન્ટના પ્લાન્ટ લોડ ફેક્ટરમાં તિવ્ર ઘટાડો નોંધાયો હતો. મુંદ્રા પ્લાન્ટના પ્લાન્ટ લોડ ફેક્ટરને પણ ટૂંકા ગાળાના માર્કેટ ટેરિફને કારણે વિજળીની ઓછી માંગની અસર થઈ હતી.

બીજી તરફ તમામ વિજ મથકો લાંબા ગાળાના પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ હેઠળ ધોરણસરની ઉપલબ્ધિ કે તેથી વધુ વિજળીની ઉપલબ્ધિ દર્શાવી શક્યા હતા. લૉકડાઉન દરમ્યાન નિયંત્રણો લદાયા છતાં કંપનીએ વિજ ઉત્પાદનની આવશ્યક સેવા તરીકે પોતાની ભૂમિકા નિભાવવાનું ચાલુ રાખ્યું હતું.

નાણાંકિય પર્ફોર્મન્સઃ

નાણાંકિય વર્ષ 2020ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ.8015 કરોડની એકંદર આવકની તુલનામાં કંપનીએ અહેવાલના ત્રિમાસિક ગાળામાં રૂ.5,356 કરોડની આવક દર્શાવી હતી. વન ટાઈમ રેવન્યુ એડજેસ્ટમેન્ટ અને અગાઉના ગાળાની આવકને ધ્યાનમાં લઈને ત્રિમાસિક ગાળાની સામાન્ય આવક, અગાઉના વર્ષના સમાન ગાળાના રૂ.6892 કરોડ સામે  રૂ.5353 કરોડ થઈ હતી.

અહેવાલના ગાળામાં વ્યાજ, કરવેરા અને ઘસારા પૂર્વેની કમાણી ઘટીને રૂ.1541 કરોડ થઈ હતી, જે અગાઉના વર્ષે સમાન ગાળામાં રૂ.2894 કરોડ હતી. ત્રિમાસિક ગાળાની વ્યાજ, ઘસારા અને કરવેરા પૂર્વેની કમાણી મુખ્યત્વે અગાઉના વર્ષમાં ઉંચા વન ટાઈમ ઈન્કમ રેક્ગ્નીશન તથા મુંદ્રામાં નીચા પ્લાન્ટ લોડ ફેક્ટરને કારણે તથા આરઈએલ અને આરઈજીએલ હસ્તગત કર્યા પહેલાંના ઓપરેટીંગ ખર્ચાઓને કારણે વ્યાજ, કરવેરા અને ઘસારા પૂર્વેની કમાણી ઓછી રહી હતી.

એકંદર આરઆઈએલ અને આરઈજીએલનો સમાવેશ કરતાં અહેવાલના ગાળામાં ઘસારો અને વ્યાજ ખર્ચ ઉંચો રહ્યો હતો. કંપનીએ આરઈજીએલ (અગાઉ કોરબા વેસ્ટ પાવર કંપની લિમિટેડ તરીકે જાણીતી) હસ્તગત કરવા માટે  રિઝોલ્યુશન પ્લાનનો સ્વિકાર થતાં અગાઉના વર્ષના સમાન ગાળાના પરિણામોમાં કેટલાક મળવાપાત્ર અને એડવાન્સીસ માંડવાળ કરીને રૂ.1004 કરોડની અપવાદરૂપ બાબતનો સમાવેશ કરાયો હતો. એની તુલનામાં નાણાંકિય વર્ષ 2021માં કોઈ અપવાદરૂપ બાબત રેકર્ડ પર લેવામાં આવી ન હતી.

કરવેરા અને અપવાદરૂપ બાબત પછીની ખોટ નાણાંકિય વર્ષ 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ.(-) 682 કરોડ રહી હતી, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં કરવેરા અને અપવાદરૂપ બાબત પછીની ખોટ રૂ.(-) 263 કરોડ હતી. કરવેરા પછીની કુલ ઘનિષ્ટ ખોટ નાણાંકિય વર્ષ 2021માં રૂ.(-) 705 કરોડ થઈ છે, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં રૂ.(-) 266 કરોડ હતી.

અન્ય ગતિવિધિઓઃ

મધ્ય પ્રદેશ ઈલેક્ટ્રીસીટી રેગ્યુલેટરી કમિશને 25 વર્ષ માટે 1230 મેગા વોટ વિજ સપ્લાયનો કરાર કંપનીની સંપૂર્ણ માલિકીની પેટા કંપની પેન્ચ એનર્જી (એમપી) લિમિટેડે, એમપી પાવર મેનેજમેન્ટ કંપની લિમિટેડ સાથે કર્યો છે.  આ કરાર હેઠળ આપવામાં આવેલો પાવર 1320 મેગા વોટના ડિઝાઈન, બિલ્ટ, ફાયનાન્સ ઑન અને ઓપરેટ ધોરણે  ગ્રીન ફીલ્ડ સુપર ક્રિટિકલ પાવર પ્લાન્ટમાંથી આપવામાં આવશે.

અદાણી પાવર લિમિટેડે ઓડીશા પાવર જનરેશન કોર્પોરેશન લિમિટેડ (ઓપીજીસી) હસ્તગત કરવા માટે 135 મિલિયન યુએસ ડોલર જેટલી ભારતીય રૂપિયામાં ચૂકવણી કરીને અમેરિકા સ્થિત એનર્જી કંપની એઈએસ કોર્પોરેશન સાથે કર્યો છે. ઓપીજીસી ઓડીશામાં 1740 મેગા વોટના થર્મલ પાવર પ્લાન્ટનું સંચાલન કરે છે, જેમાં તાજેતરમાં કાર્યરત કરાયેલી સુપર ક્રિટીકલ 1320 મેગા વોટની ક્ષમતાનો સમાવેશ થાય છે. તે ઓડીશા ગ્રીડ કોર્પોરેશન સાથે 25 વર્ષ માટે વિજ ખરીદીનો કરાર અને રાજ્યમાં આ પ્રોજેક્ટ માટે સમર્પિત કેપ્ટીવ ખાણ ધરાવે છે. ઓપીજીસીમાં બાકીનો 51 ટકા હિસ્સો ઓડીશા રાજ્ય સરકાર ધરાવે છે.

કંપનીના ત્રિમાસિક પરિણામો અંગે પ્રતિભાવ આપતાં અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણી જણાવે છે કેઅદાણી પાવર ભારતમાં વધતી જતી વિજળીની માંગ સંતોષવા માટેના વિઝનમાં મહત્વની ભૂમિકા બજાવવા માટે આગળ ધપી રહી છે. અદાણી ગ્રુપ ભારતના આર્થિક ફંડામેન્ટલ્સ અને ક્ષમતામાં તથા લાંબા ગાળાની વૃધ્ધિ હાંસલ કરવામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેન્ટરની ભૂમિકામાં મજબૂત શ્રધ્ધા ધરાવે છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર માટેના સરકારના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકો હાંસલ કરવા માટે સક્ષમ નીતિ વિષય નિર્ણયો, પ્રક્રિયામાં સુધારા અને ફાયનાન્સિયલ સેક્ટરનો સહયોગ ખાનગી ક્ષેત્રમાં મૂડી રોકાણને વેગ આપવા માટે આવશ્યક બની રહેશે. અમે સાતત્યપૂર્ણ વિકાસ માટે અને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય યોગદાન આપવા માટે તત્પર છીએ.

અદાણી પાવર લિમિટેડના મેનેજીંગ ડિરેક્ટર શ્રી અનિલ સરદાના જણાવે છે કે “કોવિડ-19 મહામારીને કારણે ઉભા થયેલા પડકારોને પાર કરીને અમે અમારી તમામ પ્રવૃત્તિઓમાં ઉત્તમ કામગીરી દર્શાવવા તથા જેમને પોસાય તેવી વિજળી ઉપલબ્ધ નથી તેવા કરોડો ભારતીયોની મહેચ્છાને પહોંચી વળવા માટે તત્પર છીએ. અમે પડકારયુક્ત બજાર અને ઝડપથી બદલાતી જતી સ્પર્ધાની સ્થિતિમાં મૂલ્ય નિર્માણની તકો ઝડપવાનું ચાલુ રાખી રહ્યા છીએ ત્યારે અમે ઉત્તમ સંચાલન અને સાતત્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. અમારી વ્યૂહાત્મક ક્ષમતા વધારવા માટે તથા સાધનોની  સુગમતા અંગે લાંબા ગાળાના નિર્ણયો લઈને અમે અમારા સહયોગીઓ માટે તથા રાષ્ટ્ર અને સમાજ માટે અમારૂં વચન સંતોષવા માટે કટિબધ્ધ છીએ.

અદાણી પાવર અંગેઃ

અદાણી પાવર એ વિવિધિકરણ ધરાવતા અદાણી જૂથનો હિસ્સો અને ભારતની સૌથી મોટી ખાનગી થર્મલ પાવર ઉત્પાદક કંપની છે. કંપની તેના ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન અને છત્તીસગઢમાં આવેલા 6 પાવર પ્લાન્ટ સહિત 12,410 મેગા વોટની સ્થાપિત થર્મલ પાવર ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત ગુજરાતમાં 40 મેગા વોટનો સોલર પાવર પ્લાન્ટ ધરાવે છે. ઉર્જા ક્ષેત્રે વિશ્વસ્તરના નિષ્ણાંતોની ટીમની સહાયથી અદાણી પાવર તેની વૃધ્ધિની ક્ષમતા હાંસલ કરવાના પંથે છે. કંપની ભારતને પાવર સરપ્લસ રાષ્ટ્ર બનાવવા માટે ટેકનોલોજી અને ઈનોવેશનનો ઉપયોગ કરીને ગુણવત્તાયુક્ત અને પોસાય તેવી વિજળી પૂરી પાડવા માટે કટિબધ્ધ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code