1. Home
  2. ગુજરાતી
  3. અદાણી એન્ટરપ્રાઈઝની એકંદર આવક રૂ.5502 કરોડ થઈ, વ્યાજ, કરવેરા અને ઘસારા પૂર્વેની  એકંદર કમાણી રૂ.301 કરોડ
અદાણી એન્ટરપ્રાઈઝની એકંદર આવક રૂ.5502 કરોડ થઈ,  વ્યાજ, કરવેરા અને ઘસારા પૂર્વેની  એકંદર કમાણી રૂ.301 કરોડ

અદાણી એન્ટરપ્રાઈઝની એકંદર આવક રૂ.5502 કરોડ થઈ, વ્યાજ, કરવેરા અને ઘસારા પૂર્વેની  એકંદર કમાણી રૂ.301 કરોડ

0
Social Share
છેલ્લા ત્રણ વર્ષમાં રિન્યુએબલ જનરેશન અને સીટી ગેસ ડિસ્ટ્રીબ્યુશનના ડીમર્જરને કારણે શેર ધારકોનું મૂલ્ય એકંદર વાર્ષિક 66 ટકાના વૃધ્ધિ દર સાથે વધ્યું

નાણાંકિય વર્ષ 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળાની વિશેષતાઓઃ

કોવિડ-19 મહામારીના કારણે વિજળીની ઓછી માંગ અને વિવિધ સેગમેન્ટમાં માંગ ઘટવાના કારણે વોલ્યુમ ઘટ્યું

  • નાણાંકિય વર્ષ 2020ના 18.5 એમએમટી સામે આઈઆરએમ વોલ્યુમ 7.4 એમએમટી થયું
  • જૂન 2020 વોલ્યુમ સુધરીને 3.57 એમએમટી થયું, જે એપ્રિલ 2020માં 2.07 એમએમટીની તુલનામાં પરિસ્થિતિ સુધરેલી દર્શાવે છે
  • નાણાંકિય વર્ષ 2020ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 2.9 એમએમટી સામે અહેવાલના ગાળામાં માઈનીંગ સર્વિસીસ ઉત્પાદન 2.2 મિલિયન ટન રહ્યું
  • નાણાંકિય વર્ષ 2020ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 236 મેગા વોટ સામે સોલર મેન્યુફેક્ચરીંગ વોલ્યુમ 78 મેગા વોટ રહ્યું

નાણાંકિય વર્ષ 2021ની નાણાંકિય વિશેષતાઓ (એકંદર)

  • અગાઉના વર્ષે પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ.10,686 કરોડની આવક સામે અહેવાલના ગાળામાં એકંદર કુલ આવક રૂ.5,502 કરોડ થઈ
  • અગાઉના વર્ષે રૂ.896 કરોડ સામે અહેવાલના વર્ષમાં વ્યાજ, કરવેરા અને ઘસારા પૂર્વેની એકંદર કમાણી રૂ.301 કરોડ થઈ
  • અગાઉના વર્ષે માલિકોને રૂ.601 કરોડના કરવેરા પછીના નફા સામે અહેવાલના વર્ષમાં કરવેરા પછીનો એકંદર નફો રૂ.30 કરોડ થયો
  • નાણાંકિય વર્ષ 2020ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ.328 કરોડની વન ટાઈમ ઈનકમ હતી

અમદાવાદ, તા.7 ઓગષ્ટ, 2020: અદાણી ગ્રુપના હિસ્સારૂપ અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડે તા.30 જૂન, 2020 ના રોજ પૂરા થતા પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામોની જાહેરાત કરી છે.

નાણાંકિય વિશેષતાઓ (એકંદર)

અગાઉના વર્ષના સમાન ત્રિમાસિક ગાળાના રૂ.10,686 કરોડ સામે અહેવાલના ગાળામાં એકંદર કુલ આવક રૂ.5,502 કરોડ થઈ છે. અગાઉના વર્ષે રૂ.896 કરોડ સામે અહેવાલના ગાળામાં વ્યાજ, કરવેરા અને ઘસારા પૂર્વેની કમાણી રૂ.301 કરોડ થઈ છે. અહેવાલના ગાળામાં માલિકોને મળવાપાત્ર કરવેરા પછીનો નફો રૂ.30 કરોડ થયો છે, જે અગાઉના વર્ષે  સમાન ગાળામાં રૂ.601 કરોડ હતો (અગાઉના વર્ષે પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ.328 કરોડની વનટાઈમ આવક હતી).

બિઝનેસ ઉપર કોવિડ-19ની અસરઃ

અહેવાલના ગાળામાં લૉકડાઉન ચાલુ રહેવાના કારણે તથા નિયંત્રણોને કારણે અમારા સમગ્ર બિઝનેસમાં  વોલ્યુમને અસર થઈ છે. કંપનીએ સરકારી માર્ગરેખાઓને અનુસરીને “સેફ્ટી ફર્સ્ટ” નો અભિગમ અપનાવીને કામગીરી શરૂ કરી છે. કંપનીના વિવિધ બિઝનેસનું સંચાલન સુધરીને કોવિડ પહેલાંની સ્થિતિમાં તબક્કાવાર પહોંચી રહ્યું છે.

કંપનીના ત્રિમાસિક ગાળાના પરિણામો અંગે પ્રતિભાવ આપતાં અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણી જણાવે છે કે “અદાણી એન્ટરપ્રાઈઝ હંમેશા અર્થતંત્રની લાઈફલાઈન સાથે જોડાયેલા, આવશ્યક સેવાઓ પૂરી પાડતા  બિઝનેસ તથા રાષ્ટ્રની મહત્વની અગ્રતાઓ સંતોષી શકાય તે રીતે કામગીરી ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. મહામારીની વચ્ચે અમને અમારા બિઝનેસનો વ્યાપ વધારવાની તકો જણાઈ છે અને અમે વૃધ્ધિ તરફ આગળ વધી રહ્યા છીએ. અમારૂં ધ્યાન મૂડીનો ઉત્તમ ઉપયોગ અને સંસ્થાકિય માળખું મજબૂત કરવામાં ચાલુ રહ્યુ છે. જેના કારણે સતત મૂલ્ય વૃધ્ધિ માટેનાં જોખમો નિવારી શકાય.”

 બિઝનેસની વિશેષતાઓઃ

  1. માઈનીંગ સર્વિસીસઃ

વિતેલા નાણાંકિય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 2.9 એમએમટી સામે અહેવાલના ત્રિમાસિક ગાળામાં છત્તીસગઢની પારસા કેન્ટે કોલસાની ખાણનું ઉત્પાદન વોલ્યુમ 2.0 એમએમટી રહ્યું છે. જીપી-3 માઈન છત્તીસગઢનો પ્રારંભ નાણાંકિય વર્ષ 2020ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં કરવામાં આવ્યો હતો, ત્યાં અહેવાલના ત્રિમાસિક ગાળામાં 0.2 એમએમટી વોલ્યુમ રહ્યું છે. ઓડીશાની તલાબીરા-2 અને 3 ખાણમાં વર્તમાન ત્રિમાસિક ગાળામાં ઉત્પાદન શરૂ થયું છે અને વોલ્યુમ 0.02 એમએમટી રહ્યું છે.

  1. સોલર મેન્યુફેક્ચરીંગઃ

કંપનીએ મુદ્રા એસઈઝેડમાં ભારતના સૌથી મોટું સોલાર સેલ અને મોડ્યુલ મેન્યુફેક્ચરીંગ એકમની સ્થાપના કરી છે. આ પ્લાન્ટ 1.2 ગીગા વોટની સ્થાપિત ક્ષમતા અને સંપૂર્ણ સુસંકલિત સેલ અને મોડ્યુલ ઉત્પાદન એકમ ધરાવે છે. અગાઉના વર્ષે પ્રથમ ત્રિમાસિક ગાળામાં 236 મેગા  વોટ મોડ્યુલ્સ સામે અહેવાલના ત્રિમાસિક ગાળામાં 78 મેગા વોટના વોલ્યુમ્સ થયા હતા.

  1. એગ્રોઃ

કંપનીએ તેના ફૂડ બિઝનેસમાં “ફોર્ચ્યુન” બ્રાન્ડ મારફતે ખાદ્ય તેલના બજારમાં આગેવાનીભર્યું સ્થાન જાળવી રાખ્યું છે અને 20 ટકા કરતાં વધુ બજાર હિસ્સો હાંસલ કર્યો છે.

  1. માર્ગોઃ

કંપનીએ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા સાથે 5 કન્સેશન એગ્રીમેન્ટ ઉપર હસ્તાક્ષર કર્યા છે, જેમાં 200 કી.મી. કરતાં વધુ એન્યુઈટી મોડેલ મુજબ માર્ગ બાંધકામ કરવામાં આવશે. આમાંના બે કરાર ઉપર જુલાઈ, 2020માં હસ્તાક્ષર કરાયા હતા. જેમાંથી આંધ્ર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં એક- એક રોડનું બાંધકામ કરવામાં આવશે. છત્તીસગઢ ખાતે બિલાસપુર- પથરપાલી પ્રોજેક્ટ આશરે 40 ટકા પૂર્ણ થો છે.

  1. એરપોર્ટ સર્વિસીસઃ

કંપનીને અમદાવાદ, મેંગ્લોર, લખનૌ, ત્રિવેન્દ્રમ, જયપુર અને ગૌહત્તિ સહિત 6 એરપોર્ટના બીડ હાંસલ થયા છે. આમાંથી અમદાવાદ, મેંગ્લોર અને લખનૌ માટે કન્સેશન એગ્રીમેન્ટ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

અદાણી એન્ટરપ્રાઈઝ અંગેઃ

અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ એ અદાણી જૂથની ફ્લેગશીપ કંપની અને ભારતનું સૌથી મોટું બિઝનેસ જૂથ છે. અદાણી એન્ટરપ્રાઈઝ એ તેના વિવિધિકરણ ધરાવતા બિઝનેસ પોર્ટફોલિયો મારફતે ઝડપથી વિસ્તરતી કંપની છે, જેમાં ઈન્ટીગ્રેટેડ રિસોર્સ મેનેજમેન્ટ અને માઈનીંગ સર્વિસીસ, સોલર મોડ્યુલ્સ મેન્યુફેક્ચરીંગના સાથે સાથે ખાદ્ય તેલના બિઝનેસનો સમાવેશ થાય છે.  પોતાની કાર્યક્ષમ, સ્પર્ધાત્મક અને નફાકારક બીટુબી અને બીટુસી કામગીરીને કારણે કંપની સમયસર કોલસાના પૂરવઠા મારફતે બિઝનેસ સર્વિસીસમાં વધારો કરી સ્વચ્છ વાતાવરણ માટે સહાયરૂપ થાય છે અને ગુણવત્તાયુક્ત અનાજ અને રસોઈનું તંદુરસ્ત માધ્યમ પૂરૂ પાડી રહી છે. આ બધી કામગીરી હાથ ધરીને અદાણી એન્ટરપ્રાઈઝ લોકોના બહેતર ભવિષ્યની વૃધ્ધિ માટે મહત્વની ભૂમિકા બજાવી રહી છે.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code