1. Home
  2. ગુજરાતી
  3. અમેરિકાએ ઈરાનના 4 આત્મઘાતી ડ્રોન તોડી પાડ્યા, રડાર સાઇટ્સ પર કર્યો બોમ્બમારો
અમેરિકાએ ઈરાનના 4 આત્મઘાતી ડ્રોન તોડી પાડ્યા, રડાર સાઇટ્સ પર કર્યો બોમ્બમારો

અમેરિકાએ ઈરાનના 4 આત્મઘાતી ડ્રોન તોડી પાડ્યા, રડાર સાઇટ્સ પર કર્યો બોમ્બમારો

0
Social Share

ન્યૂયોર્ક, 6 જૂન 2026: મિડલ ઈસ્ટમાં ફરી એકવાર સૈન્ય ગરમાવો આવી ગયો છે. અમેરિકન દળોએ વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી હોર્મુઝ સ્ટ્રેટ નજીક ઈરાનના ચાર વન-વે એટેક (આત્મઘાતી) ડ્રોનને હવામાં જ તોડી પાડ્યા છે. આ સફળ સૈન્ય કાર્યવાહી બાદ અમેરિકાએ ઈરાનની દરિયાકાંઠાની સર્વેલન્સ રડાર સાઇટ્સ પર પણ જોરદાર બોમ્બમારો કરીને તેને તબાહ કરી દીધી છે.

યુએસ સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી અમેરિકન નૌકાદળના જહાજોની સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય દરિયાઈ ટ્રાફિકને તાત્કાલિક જોખમોથી બચાવવા માટે ‘સ્વ-બચાવ’ અંતર્ગત કરવામાં આવી હતી. ઈરાની ડ્રોન અમેરિકી યુદ્ધ જહાજો માટે મોટો ખતરો બની રહ્યા હતા, જેને સમયસર નિષ્ક્રિય કરવામાં આવ્યા છે.

આ તરફ ઈરાને પણ મોટો દાવો કર્યો છે કે તેણે અમેરિકાના અત્યાધુનિક MQ-1 પ્રિડેટર ડ્રોનને તોડી પાડ્યું છે. ઈરાની સૈન્યના જણાવ્યા અનુસાર, આ અમેરિકી ડ્રોનને તોડી પાડવા માટે તેમણે પોતાની નવી અને સ્વદેશી ‘અરશ-એ-કમાંગીર’ એર ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો.

હોર્મુઝ સ્ટ્રેટ એ વૈશ્વિક તેલ વેપાર માટે પર્સિયન ગલ્ફ અને ઓમાનના અખાતને જોડતો એકમાત્ર દરિયાઈ માર્ગ છે. દુનિયાભરના ક્રૂડ ઓઈલનો આશરે 20 ટકા હિસ્સો આ સાંકડા માર્ગ પરથી પસાર થાય છે. આ વિસ્તારમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધતો તણાવ વૈશ્વિક બજાર અને સપ્લાય ચેઈન માટે ચિંતાનો વિષય બની શકે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code