1. Home
  2. ગુજરાતી
  3. Political
  4. કર્ણાટકમાં યેદિયુરપ્પા સરકાર ઉપર સંકટના વાદળોઃ કેન્દ્રીય નેતાગીરી 25મી જુલાઈએ લેશે નિર્ણય
કર્ણાટકમાં યેદિયુરપ્પા સરકાર ઉપર સંકટના વાદળોઃ કેન્દ્રીય નેતાગીરી 25મી જુલાઈએ લેશે નિર્ણય

કર્ણાટકમાં યેદિયુરપ્પા સરકાર ઉપર સંકટના વાદળોઃ કેન્દ્રીય નેતાગીરી 25મી જુલાઈએ લેશે નિર્ણય

0

બેંગ્લોરઃ કર્ણાટકમાં ફરી એકવાર રાજકીય નાયક શરૂ થવાની શકયતા છે. રાજ્યમાં નેતૃત્વ પરિવર્તનની ચર્ચાઓ વચ્ચે મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે, ભાજપ હાઈકમાન દ્વારા તા. 25મી જુલાઈના રોજ નિર્ણય લેવામાં આવશે. બીજેપી નેતૃત્વ જે નિર્ણય લેશે હું તેને માનીશ. રાજ્યમાં 26મી જુલાઈના રોજ અમારી સરકારને 2 વર્ષ પુરા થશે. આ પ્રસંગ્રે વિવિધ કાર્યક્રમનું આયોજન કરાશે. રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા જે કહેશે તેનું પાલન કરીશ. ભાજપને ફરીથી સત્તામાં લાવવાની મારી ફરજ છે. સીએમ યેદિયુરપ્પાએ તમામ કાર્યકરો અને સહયોગી નેતાઓને અપીલ કરી હતી કે, ભાજપને ફરીથી સત્તામાં લાવવાના મિશનમાં સાથ આપજો.

બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે, પીએમ મોદી, અમિત શાહ અને ભાજપના અધ્યક્ષ જે.પી.નડ્ડાનો મારા ઉપર વિશ્વાસ છે. પાર્ટી મારફતે કોઈ વ્યક્તિને કોઈ પદ આપવના  નિર્ણય કરવામાં આવ્યો નથી. જેમની ઉંમર 75 વર્ષ કરતા વધારે છે. જો કે, મારા કામની પ્રશંસા કરીને 78 વર્ષ થવા છતા જવાબદારી સોંપી છે. મારુ કામ પાર્ટીને મજબુત કરવાનું છે. કેન્દ્રીય નેતૃત્વ તા. 25મી જુલાઈના રોજ આદેશ અપાશે તે અનુસાર તા. 26મી જુલાઈએ કામ શરૂ કરીશ.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં બી.એસ. યેદિયુરપ્પા દિલ્હીના પ્રવાસ ગયા હતા. જ્યાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓ સાથે મુલાકાત લીધી હતી. જે બાદ એવુ માનવામાં આવે છે કે, કેન્દ્રીય નેતાગીરીએ સીએમ પદ પરથી દૂર કરવા કહ્યું છે. જો કે, બેંગ્લોર પરત ફર્યા બાદ યેદિયુરપ્પાએ તમામ અટકળો ફગાવીને કહ્યું હતું કે, નેતાગીરીએ પદ ઉપર રહેવા કહ્યું છે તેમણે પાર્ટીના કાર્યકરોને પણ મુઝવણમાં રહ્યાં વિના સમર્થન આપવા કહ્યું છે. યેદિયુરપ્પા સાથે નેતાઓના મતભેદ ઉપરાંત ઉંમરને લઈને નવી લીડરશિય ઉભી કરવાની વિચારણા ચાલતી હતી.

LEAVE YOUR COMMENT