
અફઘાન પર સંકટઃ ભૂખમરાની સ્થિતિ વચ્ચે હવે બેન્કિંગ વ્યવસ્થતા પણ ધ્વસ્ત થવાની સ્થિતિમાં- રિપોર્ટ
- અફઘાનિસ્તાન પર બીજુ સંકટ મંડળાયું
- ભૂખમરા બાદ હવે બેન્કિંગ વ્યવસ્થા પર જોખમ
- બેન્કિંગ વ્યવસ્થા ધ્વસ્ત થવાની કારગાર પર
દિલ્હીઃ- તાલિબાને અફઘાનિલસ્તાન પર કબજો કર્યા બાદ અફઘાનની સ્થિતિથી વિશ્વ આખુ વાકેફ છે,હાલ અફઘાન ભૂખમરા જેવી સ્થિતિનો સામનો કરી રહ્યું છે. ત્યારે હવે અફઘાનવાસીઓની સમસ્યાઓ દિવસેને દિવસે વધતી જઈ રહી છે. સંયુક્ત રાષ્ટ્રએ સોમવારે એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે તાલિબાનોએ સત્તા સંભાળી ત્યારથી અફઘાનિસ્તાનમાં બેંકિંગ અને નાણાકીય વ્યવસ્થા પતનની આરે પહોંચી ગઈ છે.
યુએન ડેવલપમેન્ટ દ્વારા તૈયાર કરાયેલા આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “અફઘાનિસ્તાનની નાણાકીય અને બેન્કિંગ વ્યવસ્થા હવે પડી ભાંગી છે.” રિપોર્ટમાં એવી પણ ચેતવણી આપવામાં આવી છે કે જો અફઘાનિસ્તાનની મર્યાદિત ઉત્પાદન ક્ષમતામાં સુધારો કરવો હોય અને બેન્કિંગ વ્યવસ્થાને પતનથી બચાવવી હોય તો બેંક સંબંધિત સમસ્યાઓનો ઝડપથી ઉકેલ લાવવો જોઈએ.
હાલમાં, દેશની કેન્દ્રીય બેંકને જરૂરી રકમ મળી રહી નથી, જેના કારણે તાલિબાને સામાન્ય લોકો માટે દર અઠવાડિયે 200 ડોલર ઉપાડવાની મર્યાદા નક્કી કરી છે. જો કે, ન્યૂઝ એજન્સી સ્પુlનિકhdjceCs , આ મર્યાદા તાજેતરમાં વધારીને $400 કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે જ્યારથી તાલિબાનોએ સત્તા સંભાળી તેના થોડા સમય પછી, યુ.એસ.એ વિદેશમાં અફઘાન સંપત્તિઓ સ્થિર કરી દીધી, જેનાથી દેશની નાણાકીય વ્યવસ્થાને જબરદસ્ત ફટકો પડ્યો.હવે અફઘાનની હાલત આર્થિક રીતે પણ કફોળી બનવાની તૈયારીમાં છે.
અહેવાલમાં જણાવાયું છે કે અફઘાનિસ્તાનની બેંકિંગ સિસ્ટમમાં કુલ ઘનરાશિ ગયા વર્ષના ડિસેમ્બરમાં 2.8 અરબ જોલરથી ઘટીને આ વર્ષે સપ્ટેમ્બરમાં માત્ર 2 અરબ ડોલર થઈ ગઈ છે. વર્તમાન ઝડપ અને ઉપાડના પ્રતિબંધો હોવા છતાં, આ રાશિ 2021 ના અંત સુધીમાં ઘટીને 1.7 અરબ થવાની થવાની ધારણા છે, જે પછી અફઘાનિસ્તાનની બેંકિંગ સિસ્ટમ પતનની આરે હશે