
અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં બીઆરટીએસ અને એએમટીએસ બસના ચાલકો પણ પૂરઝડપે વાહનો હંકારતા હોવાની ફરિયાદો પણ મળી રહી છે. ત્યાકે શહેરના હીરાવાડી વિસ્તારમાં પૂરઝડપે આવેલી એએમટીએસની બસએ એક સાયકલને ટક્કર મારતા સાયકલસવારનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ અકસ્માતના બનાવને લીધે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અને એએમટીએસ બસમાં તોડફોડ કરી હતી. દરમિયાન પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરતાં પોલીસનો કાફલો તેમજ 108 ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. 108ના કર્મચારીઓએ યુવકને મૃત જાહેર કર્યો હતો. આ સમગ્ર બનાવ અંગે હાલ ટ્રાફિક પોલીસે ગુનો નોંધી AMTS ડ્રાઇવરને પકડવા માટે પ્રયાસ શરૂ કર્યા છે.
આ બનાવની વિહતો એવી જાણવા મળી છે. કે, શહેરના હીરાવાડી વિસ્તારમાં સાયકલ પર પસાર થતા યુવકને એએમટીએસની બસે અડફેટે લેતા તેનું મોત નિપજ્યું હતું. રવિવારે બપોરના સમયે 20 વર્ષના આસરાના યુવક નિલેશભાઈ કનુભાઈ પરમાર સાયકલ લઈને વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે હીરાવાડી નજીક એએમટીએસ બસે તેમને અડફેટે લીધા હતા. અકસ્માત દરમિયાન સાયકલસવાર નિલેશ પરમાર નીચે પડતા હતા તેમને ગંભીર ઈજા થઈ હતી અને ઘટનાસ્થળે તેમનું મોત નીપજ્યું હતું. હીરાવાડી નજીક બનેલા બનાવો સમય આસપાસ લોકો ભેગા થઈ ગયા હતા અને બસને રોકીને બસમાં તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ બનાવ બાદ લોકોમાં ભારે આક્રોશ હતો અને બસના ચાલક સામે કાર્યવાહી થાય તે માટે પોલીસને જાણ કરી હતી. બીજી તરફ બનાવના સ્થળે એમ્બ્યુલન્સને જાણ કરતાં 108 ઘટનાસ્થળે આવી હતી અને યુવકને મૃત જાહેર કર્યો હતો. આ સમગ્ર બનાવ અંગે હાલ ટ્રાફિક પોલીસે ગુનો નોંધી AMTS ડ્રાઇવરને પકડવા માટે પ્રયાસ શરૂ કર્યા છે.