ચક્રવાત મોચા લઈ શકે છે આજે ભયાનક રૂપ, ભારે પવન સાથે બાંગ્લાદેશ અને મ્યાનમારના દરિયાકાંઠે ટકરાવાની શક્યતા
- ચક્રવાત મોચાનો મંડળાતો ખતરો
- ભારે પવન ફૂંકાશે
- આજે લઈ શકે છે ભયાનક રુપ
દિલ્હીઃ- આ વપર્ષનું પ્રથમ વાવા ઝોડું મોચાને લઈને અનેક રાજ્યમાં એલર્ટ આપવામાં આવ્યું છે આજે આ વાવઝોડુ ભયાનક સ્વરુપ લે તેવી શક્યતાઓ સેવાી રહી છે, દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં નીચા દબાણનો વિસ્તાર ચક્રવાતી તુફાન વિકસી ગયો છે.જો કે ‘મોચા’ નામનું આ ચક્રવાત ભારતમાં નહીં ત્રાટકે. હવે તે બાંગ્લાદેશ અને મ્યાનમારના દરિયાકાંઠે ટકરાઈ શકે છે.
ચક્રવાત મોચા આજે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ત્રાટકે તેવી સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ચક્રવાતી પવનોનો વિસ્તાર દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને નજીકના દક્ષિણ આંદામાન સમુદ્ર પર બનેલો છે. તેના પ્રભાવ હેઠળ પ્રદેશમાં નીચા દબાણનું ક્ષેત્ર રચાય તેવી શક્યતા છે.
આ સહીત આજરોજ પવનની ઝડપ 60-70 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. આગાહી અનુસાર, જો ચક્રવાત ગંભીર સ્વરૂપ ધારણ કરે છે, તો પવનની ગતિ 120-170 કિલોમીટર પ્રતિ કલાક હોઈ શકે છે.
આ સહીત આ વાવઝોડુ ઉત્તર-પશ્ચિમ પવનોને મજબૂત બનાવશે, જેના કારણે સમગ્ર દેશમાં તાપમાન વધશે. ઉચ્ચ દબાણ વિસ્તાર અને ચક્રવાત વિરોધી ચળવળ પાકિસ્તાન અને આસપાસના વિસ્તારોમાંથી સૂકા અને ગરમ પવનોને ભારતીય ક્ષેત્ર તરફ ખેંચશે.
ભારતીય હવામાન વિભાગએ દાવો કર્યો છે કે દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં નીચા દબાણનું ક્ષેત્ર ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. તે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે અને 10 મે એટલે કે આજ સુધીમાં ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બનશે.હવામાન નિષ્ણાતો કહે છે કે સ્ટીયરિંગ પવનો તેમને મોચાના માર્ગને શોધવામાં મદદ કરવા માટે પૂરતા સ્પષ્ટ નથી. ભારતમાં નુકસાનનું જોખમ ઓછું છે, કારણ કે તે 12 મે સુધી ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે અને પછી બાંગ્લાદેશ અને મ્યાનમાર તરફ જશે.