
અમદાવાદઃ ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દાહોદમાં આદિવાસી મહાસંમેલનમાં હાજરી આપી હતી. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરોડોના વિકાસકાર્યોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગ્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, દાહોદ હવે મેક ઈન્ડિયાનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. આદિવાસીઓનું જીવન મે નજીકથી જોયું છે મે જીવનના અનેક દાયકા દાહોદમાં વિતાવ્યાં છે આદિવાસી ભાઈબહેનોએ મને ઘણુ શીખવાડ્યું હતું. હું દાહોદ બસ અને ક્યારેક મોટરસાઈકલ પર આવતો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યાં છે. દરમિયાન આજે તેઓ દાહોદના ખરોડમાં આદિવાસી મહાસંમેલનમાં હાજરી આપવા પહોંચ્યાં હતા. મહાસંમેલનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અહીં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1259 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. તેમજ 20550 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું. જનકલ્યાણના વિવિધ વિકાસકાર્યોમાં આરોગ્ય, આવાસ, વીજળી, રોજગારી, સલામતી, સ્કિલ ડેવલપમેન્ટ, જળસંચયનાં કામો, રસ્તાઓ સહિતની પાયાની સુવિધાઓ સાથે દાહોદ સ્માર્ટસિટી તરીકે મહાનગરોમાં જોવા મળતી સુવિધાઓ પણ આદિજાતિ બહુલ વસતિ ધરાવતા દાહોદ જિલ્લાને મળશે. એમાં આઇસીસીસી-આઇટી પ્રોજેક્ટ દાહોદ નગરને સ્માર્ટસિટી તરીકે એક નવા સ્તરે લઇ જતો અને મહાનગરોમાં પણ ન જોવા મળતી અત્યાદ્યુનિક સુવિધાઓ પ્રદાન કરતો એક મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. રૂ. 151.04 કરોડના ખર્ચે સંપન્ન આ પ્રોજેક્ટનું ખરોડ ખાતે યોજાનારા ‘આદિજાતિ મહાસંમેલન’માં લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.