1. Home
  2. ગુજરાતી
  3. ડાન્સર શક્તિ મોહનનો જન્મદિવસ,કંઈક આવું છે તેમનું ફેમિલી બેકગ્રાઉન્ડ
ડાન્સર શક્તિ મોહનનો જન્મદિવસ,કંઈક આવું છે તેમનું ફેમિલી બેકગ્રાઉન્ડ

ડાન્સર શક્તિ મોહનનો જન્મદિવસ,કંઈક આવું છે તેમનું ફેમિલી બેકગ્રાઉન્ડ

0
Social Share
  • જાણીતી ડાન્સર શક્તિ મોહનનો જન્મદિવસ
  • 36મો જન્મ દિવસ ઉજવી રહી છે શક્તિ મોહન
  • રિયાલિટી શોમાં જજ તરીકે કરે છે કામ

મુંબઈ:મશહુર ડાન્સર અને એક્ટ્રેસ શક્તિ મોહન 12 ઓક્ટોબરે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. શક્તિ આજે 36 વર્ષની થઇ ગઈ છે. શક્તિએ રિયાલિટી શો તેમજ ફિલ્મોમાં પોતાના શાનદાર અભિનયથી લોકોના દિલ જીતી લીધા છે.ત્યારે આજે તેના જન્મદિવસ નિમિતે જાણીએ તેના વિશે જાણી-અજાણી કેટલીક વાતો

શક્તિ મોહનનો જન્મ 1985માં દિલ્હીમાં થયો હતો. શક્તિની ચાર બહેનો છે. તેની બહેનો નીતિ મોહન, મુક્તિ મોહન અને કૃતિ મોહન છે. શક્તિ મોહનની મોટી બહેન લોકપ્રિય સિંગર છે અને નાની બહેન મુક્તિ મોહન એક એક્ટર અને ડાન્સર છે.

ડાન્સ ઇન્ડિયા ડાન્સમાં જોડાયા પહેલા, શક્તિ IAS અધિકારી બનવા માંગતી હતી. પરંતુ તેને ડાન્સનો ખુબ જ શોખ હતો.ટેરેન્સ લુઇસ ડાન્સ ફાઉન્ડેશનની શિષ્યવૃત્તિ પર તેણીએ 2009માં ડાન્સમાં ડિપ્લોમા મેળવ્યો હતો.

શક્તિ એક સફળ કોરિયોગ્રાફર તેમજ શાનદાર ડાન્સર અને ટેલિવિઝન વ્યક્તિત્વ છે. તેણે ઝી ટીવીના ડાન્સ રિયાલિટી શો ડાન્સ ઇન્ડિયા ડાન્સ સીઝન-2થી પોતાની સફર શરૂ કરી હતી. શક્તિએ આ શો પણ જીત્યો હતો. બોલીવુડમાં કોરિયોગ્રાફર તરીકેનું તેનું પહેલું ગીત ફિલ્મ પદ્માવતનું “નૈનોવાલે ને” છે જેમાં તેણે દીપિકા પાદુકોણ, શાહિદ કપૂર અને રણવીર સિંહને કોરિયોગ્રાફ કર્યા હતા

ડાન્સ ઇન્ડિયા ડાન્સમાં જોડાયા પછી, શક્તિના જીવનની દિશા સંપૂર્ણપણે બદલાઈ ગઈ અને તેણે ડાન્સને પોતાની કારકિર્દી બનાવી. તેના નિર્ણયમાં તેના માતા -પિતા અને સમગ્ર પરિવારે પણ તેને સાથ આપ્યો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code