
ઝાયડસ કેડિલાની ત્રણ ડોઝ વાળી નીડલ ફ્રી વેક્સિનને DCGI એ ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી
- ઝાયડસની વેક્સિનને આખરે મળી મંજૂરી
- પ્રથમ નીડલ ફ્રી વેક્સિન
- ઝાયકોવ-ડીના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી
- ત્રણ ડોઝમાં આપવામાં આવશે રસી
- 12 થી 18 વર્ષના બાળકોને પણ આપી શકાશે રસી
દિલ્હી:ઝાયડસ કેડિલાની કોવિડ રસી ઝાયકોવ-ડીને ઈમરજન્સી ઉપયોગ માટે ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ પાસેથી મંજૂરી મળી ગઈ છે. અગાઉ, સેન્ટ્રલ ડ્રગ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની એક નિષ્ણાત પેનલે ઝાયડસ કેડિલાની ત્રણ ડોઝ કોવિડ -19 રસી ‘ઝાયકોવ-ડી’ ના ઈમરજન્સીના ઉપયોગ માટે મંજૂરીની ભલામણ કરી હતી. આ ભલામણને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાને તેની અંતિમ મંજૂરી માટે મોકલવામાં આવી હતી, જ્યાંથી તેને લીલી ઝંડી મળી ગઈ છે. પુખ્ત વયના લોકો ઉપરાંત, આ રસી 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને આપવામાં આવશે.
અમદાવાદ સ્થિત ફાર્મા કંપનીએ રસીના તાત્કાલિક ઉપયોગ માટે મંજૂરી માટે 1 જુલાઈએ DCGI ને અરજી કરી હતી. કંપનીએ કહ્યું કે, તેણે અત્યાર સુધીમાં 50 થી વધુ કેન્દ્રોમાં સૌથી મોટી ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરી છે. મંજૂરી મળ્યા પછી, ઝાયકોવ-ડી એ ભારતીય કંપની દ્વારા વિકસિત વિશ્વની પ્રથમ કોરોનાવાયરસ સંક્રમણરોધી ડીએનએ રસી છે અને તે દેશમાં ઉપયોગ માટે છઠ્ઠી રસી છે. આ પહેલા, સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ, ભારત બાયોટેકની કોવેક્સિન, રશિયાની સ્પુતનિક વી, અને મોર્ડેના અને જોન્સન એન્ડ જોનસન ઓફ અમેરિકાની રસીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આ પ્લાઝમિડ ડીએનએ રસી છે. પ્લાઝમિડ એ મનુષ્યમાં જોવા મળતા DNA નો એક નાનો ગોળ ભાગ છે. આ રસી માનવ શરીરમાં કોષોની મદદથી કોરોના વાયરસનું સ્પાઇક પ્રોટીન તૈયાર કરે છે. આ શરીરને કોરોના વાયરસના મહત્વના ભાગને ઓળખવામાં મદદ કરે છે. આ રીતે આ વાયરસનો સંરક્ષણ શરીરમાં તૈયાર થાય છે.આ રસીને સીધી ત્વચા પર લગાવવામાં આવશે.
આ રસીનું પરીક્ષણ ત્રણ ડોઝ મુજબ કરવામાં આવ્યું છે. પ્રથમ ડોઝના 21 દિવસ પછી બીજો ડોઝ આપવામાં આવશે અને ત્રીજો ડોઝ 56 દિવસ પછી આપવામાં આવશે. પરંતુ કંપનીએ એમ પણ કહ્યું કે, તેણે આ રસીનું પણ બે ડોઝમાં પરીક્ષણ કર્યું છે અને તે જ પરિણામો મળ્યા છે. એવામાં આ વાતના પણ સંકેત છે કે, આ રસીના માત્ર બે ડોઝ લાગુ કરવામાં આવશે.