
ટાટાના ભૂતપૂર્વ ડિરેક્ટર આરકે કૃષ્ણકુમારનું નિધન – રતન ટાટાએ દુઃખ વ્યક્ત કર્યું
- ટાટા સન્સના ભૂતપૂર્વ ડિરેક્ટર આરકે કૃષ્ણકુમારનું નિધન
- 84 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
દિલ્હી – ટાટા ગ્રૂપના ટાયકૂન અને ટાટા સન્સના ભૂતપૂર્વ ડિરેક્ટર આરકે કૃષ્ણકુમારનું વિતેલા દિવસને રવિવારે હૃદયરોગના હુમલાથી 84 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું હતું. ઉલ્લેખનીય છે કે કૃષ્ણકુમાર રતન ટાટાના વિશ્વાસુ સહાયકોમાંના એક ગણાતા હતા.
તેમના નિધન પર બોલતા રતન ટાટાએ શોક વ્યક્ત કર્યો હતો તેમણએ કહ્યું કે મારા મિત્ર અને સહકર્મી આર.કે. કૃષ્ણકુમારના અવસાનથી મને જે નુકસાન થયું છે તેનું વર્ણન શબ્દોમાં કરી શકાય તેમ નથી. જૂથમાં અને વ્યક્તિગત રીતે અમે જે સૌહાર્દ શેર કર્યું હતું તે હું હંમેશા યાદ રાખીશ.
ટાટા સન્સના ચેરમેન એમેરિટસ રતન ટાટાના નજીકના સહયોગી કૃષ્ણકુમાર ટાટાની કન્સલ્ટન્સી ફર્મ, આરએનટી એસોસિએટ્સ અને ગ્રૂપના ચેરિટેબલ ટ્રસ્ટમાં સામેલ હતા, જે ટાટા જૂથની હોલ્ડિંગ કંપની ટાટા સન્સમાં 66 ટકા હિસ્સો ધરાવે છે.