1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રક્ષામંત્રી રાજનાથ સિંહએ આસિયાન દેશોના મંત્રીઓની યોજાયેલી વર્ચ્યૂઅલ બેઠકમાં ચીન પર સાધ્યુ નિશાન

રક્ષામંત્રી રાજનાથ સિંહએ આસિયાન દેશોના મંત્રીઓની યોજાયેલી વર્ચ્યૂઅલ બેઠકમાં ચીન પર સાધ્યુ નિશાન

0
  • રક્ષામંત્રી રાજનાથ સિંહએ ચીન પર સાધ્યુ નિશાન
  • આસિયાન દેશોના મંત્રીઓની યોજાઈ વર્ચ્યૂઅલ બેઠક

દિલ્હીઃ-છેલ્લા ઘણા સમયથી લદ્દાખ સરહદ પર તણાવને ચીન સાથેના સંબંધોમાં ફાટ પડી છે. ચીન તેની નાપાક હરકતને લઈને વિશ્વમામં જાણીતું બન્યું છે ત્યારે આજ રોજ દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહએ વર્ચુઅલ મંચ પરથી ચીનની બોલતી બંધ કરી છે અને ચીન પર ધારદા નિશાન સાંધ્યું છે.

ઉલ્લેખનીય છે કે આસિયાન દેશોના રક્ષણ મંત્રીઓની બેઠક યોજાઈ હતી, આ યોજાયેલી વર્ચ્યૂઅલ બેઠકને સંબોધિત કરતાં સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ એ ચીનના નામનો ઉલ્લેખ કર્યા વિના એક વખત ફરીથી વિશ્વ સામે ડ્રેગનનો સાચો ચહેરો લાવવાનો પ્રયત્ન કર્યો. રક્ષામંત્રીએ આ બેઠકમાં ચીનની તરફથી ઇત્પન્ન થતું જોખમ ગતિવિધિઓનો મુદ્દો ઉઠાવ્યો છે

યોજાયેલી આ વર્ચુઅલ બેઠકમાં ચીનના રક્ષામંત્રીની ઉપસ્થિતિ પણ હતી, દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે ADMM-PLUS બેઠકની દસમી વર્ષગાંઠના પ્રસંગ પર કહ્યું કે નિયમ આધારિત આદેશ, દરિયાઈ સુરક્ષા, સાઇબર સંબંધિત ગુનાઓ અને આતંકવાદનું જોખમ, આ દરેક પડકારોનો સામનો  આપણે એમ મંચ તરીકે કરવો પડશે.

ઉલ્લેખનીય છે કે, ADMM-PLUS, ASEAN અને તેના આઠ સંવાદ ભાગીદારો ઓસ્ટ્રેલિયા, ચીન, ભારત, જાપાન, ન્યૂઝીલેન્ડ, કોરિયા ગણરાજ્ય, રશિયા અને સંયુક્ત રાજ્ય અમેરિકા માટે એક મંચ છે, જે સુરક્ષા અને રક્ષા સહયોગને મજબૂત કરવા અને ક્ષેત્રોમાં શાંતિ, સ્થિરતા અને વિકાસ માટે  એક સાથે કામ કરે છે.

આ સાથે જ તેમણે કહ્યું કે, આપણે તમામ ક્ષેત્રોમાં લોકોની મૌલિક આઝાદીનું ધ્યાન પણ રાખવું જરુરી બને છે,આ સાથે જ આ ક્ષેત્રોમાં જોડાયેલા પડકારોને સમજવાના આપણે પ્રયત્નો પણ કરવા આપણે આ દરેક ક્ષેત્રોમાં શાંતિ, સ્થિરતા અને નિયમો પર આધારિત દેશનો આધાર બનાવા આપણી પ્રતિબદ્ધતા જ વિશ્વનું ભવિષ્ય નક્કી કરી શકે છે.

આ બેઠકમાં  ચીનના નામનો ઉલ્લેખ કર્યા વીના રાજનાથ સિંહે કહ્યું કે. જે રીતે અમે પરસ્પર વિશ્વાસ વધારી રહ્યા છે, ગતિવિધિઓના સંચાલનમાં આત્મ-સંયમ વર્તી રહ્યા છે અને સ્થિતિને વધુ જટિલ કરે છે તેવા કામ કરવાથી બચી પણ રહ્યા છે. આ  ઉપાયો દ્વારા અનેક ક્ષેત્રમાં નિરંતર શાંતિ સ્થાપિત કરી શકાય છે. જો કે આ માટે ખૂબ લાંબો માર્ગ આપણે કાપવાનો છે.આમ કહીને તેમણે ચીન પર આડકતરી રીતે નિશાન સાધ્યુ હતું અને ચીનની બોલતી બંધ કરી હતી,

સાહિન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code